ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીનુ અખબાર ગ્લોબલ ટાઈમ્સ લગાતાર ભારત વિરોધી લેખો પ્રકાશીત કરી રહ્યુ છે.
હવે ગ્લોબલ ટાઈમ્સે ભારતે 59 ચાઈનીઝ એપ પર મુકેલા પ્રતિબંધની ટીકા કરતો અહેવાલ પ્રકાશીત કર્યો છે.જેમાં કહેવામાં આવ્યુ છે કે, ભારતે અમેરિકાથી દુર રહેવુ જોઈએ.અમેરિકા ભારતના લોકોમાં ચીન પ્રત્યે નફરત ભરવાનુ કામ કરી રહ્યુ છે પણ ખરેખર અમેરિકા ભારતની કોઈ મદદ કરવા માંગતુ નથી.ચીનને રોકવા માટે અમેરિકા ભારતનો ઉપયોગ જ કરી રહ્યુ છે.
અખબારના કહેવા પ્રમાણે ચીનની જે એપ પર પ્રતિબંધ મુકાયો છે તેનાથી ભારતમાં લોકોને નોકરીઓ મળી રહી હતી.જે ભારતના આર્થિક હિત માટે પણ જરુર છે.જો ભારત ચીન સાથે સબંધ ખરાબ કરશે તો અમેરિકા તેની ભરપાઈ નહી કરી શકે.
અખબારે અમેરિકા પર આરોપ લગાવતા કહ્યુ હતુ કે, અમેરિકા દુનિયામાં શાંતિ જોઈ શકતુ નથી.તે વિવાદો સર્જવા માંગ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.