અમેરિકાનો ભારત તરફ ઈશારો, રશિયા પાસેથી હથિયાર ખરીદયા તો તુર્કી જેવો પ્રતિબંધ લાદીશું

ભારત અમેરિકા પાસેથી મોટા પાયે હથિયાર ખરીદી રહ્યુ છે તો બીજી તરફ રશિયા પાસેથી ભારતે એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો સોદો કર્યો છે.

આ જ પ્રકારનો સોદો તુર્કીએ કર્યા બાદ અમેરિકાએ તેના પર પ્રતિબંધ લાગુ કરી દીધા છે અને ભારત તો રશિયા પાસે હથિયારો ખરીદવાનુ ચાલુ રાખે તો આવા જ પ્રતિબંધ ભારત પર પણ અમેરિકા લાગુ કરી શકે છે તેવો ઈશારો અમેરિકાએ કર્યો છે.

અમેરિકાના ગૃહ મંત્રાલયના સૈન્ય મામલાના ડેપ્યુટી મિનિસ્ટર ક્લાર્ક કૂપરે કહ્યુ છે કે, અમે અમેરિકાના સહયયોગી દેશોન ભવિષ્યમાં રશિયા પાસેથી મોટા હથિયારો ખરીદવા સામે સતર્ક કરવા માંગીએ છે.આવુ કરવા પર તેમના પર પ્રતિબંધ લાગુ થવાનો ખતરો પણ સર્જાઈ શકે છે.

અમેરિકાએ તુર્કી પર આ સપ્તાહમાં જ પ્રતિબંધોનુ એલાન કર્યુ છે.રશિયા પાસેથી તુર્કીએ એસ-400 મિસાઈલ ડિફે્ન્સ સિસ્ટમ ખરીદતા અમેરિકા છંછેડાયુ છે.આવી જ સિસ્ટમ ભારતે પણ ખરીદી છે.2021માં ભારતને તેની ડિલિવરી મળે તેવી શક્યતા છે.આવામાં ભારત સામે અમેરિકા કાઉન્ટરીંગ અમેરિકાસ એડવર્સરિઝ થ્રુ સેન્કશન્સ એકટ હેઠળ પ્રતિબંધો લાગુ કરી શકે છે.

કૂપરે કહ્યુ હતુ કે, ભારતનુ દરેક પગલુ અમેરિકા માટે બહુ મહત્વ રાખે છે અને એટલા માટે જ મેં આ વાત કરી છે.અમેરિકાના કાયદાના કારણે રશિયાએ ભારે કિંમનત ચુકવવી પડશે.કારણકે રશિયા બહુ ખરાબ સાયબર ગતિવિધિઓમાં સામેલ છે.રશિયા દુનિયાના બીજા દેશોમાં જે કરી રહયુ છે તે સ્વીકારી શકાય તેમ નથી.

તેમણે સ્પષ્ટ કર્યુ હતુ કે, અમેરિકાના પ્રતિબંધના કાયદા હેઠળ કોઈ પણ દેશને અગાઉ રશિયા પાસેથી ખરીદેલા હથિયારોના મેન્ટેનન્સ માટે સ્પેર પાર્ટસ ખરીદવા પર ત્યાં સુધી રોક નથી જ્યાં સુધી એ દેશને તેનો વિકલ્પ મળી જાય.રશિયા પાસેથી હથિયારો ખરીદનાર દેશ પર અમેરિકા તરત પ્રતિબંધ મુકી દે તે પણ જરુરી નથી.આ કાયદો દુનિયાના કોઈ પણ દેશ પર લાગુ કરી શકાશે અને તેની કોઈ સમય મર્યાદા નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.