અમદાવાદઃ ભારતના પ્રવાસે આવેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે એક શાનદાર વ્યાપાર કરાર ઉપર ચર્ચા ચાલુ છે. આ અત્યાર સુધીની સૌથી મોટી ટ્રેડડીલમાંની એક હશે. ટ્રમ્પે કહ્યું કે બંને દેશો વચ્ચે રોકાણ કરવાનું સહેલું બનાવવા માટે વાતચીત શરૂઆત કરી છે. જો કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સખત નેગોશિએટર છે. ટ્રમ્પે વધુમાંજણાવ્યું હતું કે, અમે ભારતીય સુરક્ષા દળને 3 અરબ ડોલરનું હેલિકોપ્ટર વેચવાની ડીલ સાઇન કરશે. મને લાગે છે અમેરિકાને ભારતનું મુખ્ય ડિફેન્ટ પાર્ટનર હોવું જોઇએ. અમે સાથે મળીને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રને આવનારી પેઢીઓ માટે સુરક્ષિત અને સ્વતંત્ર બનાવીશું.
દુનિયાને ભારતના કારોબારી માહોલમાં ઝડપથી સુધારો થાય તેવી આશાઃ ટ્રમ્પ..ટ્રમ્પે કહ્યું હતું કે આ પ્રવાસમાં બંને દેશો વચ્ચે આર્થિક સંબંધ વધારવા માટેની કોશિશ પર ચર્ચા થશે. અમેરિકા એક્સપોર્ટ્સ માટે ભારત એક મોટું બજાર છે. ભારતમાંથી પણ સૌથી વધારે આયાત અમેરિકામાં કરવામાં આવે છે. અમેરિકાની પ્રગતિ ભારત અને દુનિયા માટે ખૂબ જ સારી વાત છે. એટલા માટે, અમને એ વાતનો આનંદ છે કે, અમેરિકાની અર્થવ્યવસ્થા અત્યાર સુધીમાં સૌથી સારા સ્થાને છે. ટ્રમ્પે કહ્યું કે, ભારતમાં મોદીએ પણ સુધારા માટે ઘણાં પગલાંઓ લીધા છે. દુનિયા ભારતના કારોબારી માહોલમાં વધારે ઝડપથી સુધારો આવે તેવી આશા રાખે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.