અમેરિકા અને કેનેડા કરતાં આ દેશો છે ગુજરાતીઓ માટે બેસ્ટ : સરળતાથી મળે છે એન્ટ્રી, જાણી લો નિયમો

work abroad and get visa: ગુજરાતીઓ વિદેશ જવાના ભારે શોખિન છે. આ માટે લાખો રૂપિયા પણ ખર્ચ કરે છે.  કેનેડા અને અમેરિકામાં હવે એટલા ભારતીયો છે કે, ત્યાં નોકરી મળવાના ફાંફા થઈ રહ્યા છે… તેથી જો તમે બીજા દેશમાં ઓપ્શન શોધશો તો ભવિષ્ય સુધરી જશે અને ડોલરમાં કમાશો

Study Abroad: વિદેશમાં નોકરી માટે બીજા અનેક દેશો સારા એક્સપર્ટસને બોલાવી રહ્યા છે. જો તમારી પાસે Passport અને માર્કશીટ હોય તો તમને અહી જોરદાર પગાર મળશે.  હાલ લગભગ દર બીજો ભારતીય અને ગુજરાતી વિદેશમાં વસવાના ખ્વાબ જુએ છે. એક સમયે ઓસ્ટ્રેલિયા જવા તરફ ઝુકાવ હતો, ત્યારે હવે અમેરિકા અને કેનેડા તરફ ટ્રેન્ડ વધ્યો છે. આવામાં જો તમે પણ વિદેશમાં સેટલ્ડ થવાના ખ્વાબ જોઈ રહ્યા છો તો કેનેડા-અમેરિકા છોડો. બીજા કેટલાક દેશો એવા છે, જે તેમને સરળતાથી એન્ટ્રી પણ આપે છે અને નોકરી પણ. અહી સેટલ્ડ થયા તો લોટરી લાગી સમજો.આજે અમે તમને આવા 8 દેશોમાં લિસ્ટ બતાવીશું.

સ્પેન
સ્પેનમાં પણ નોકરી મેળવવી બહુ જ સરળ છે. જેમની પાસે સારી ડિગ્રી છે, અને પૂરતા પૈસા છે, તો તમે સ્પેનમા પણ નોકરી મેળવી સકો છો. આ માટે તમારે તેમના દેશ અનુસાર ક્વોલિફાઈ થવુ પડશે. આ દેશમા સ્થાયી થવા માટે પાસપોર્ટ, EX01 ફોર્મ, આરોગ્ય વીમો અને શૈક્ષણિક પ્રમાણપત્ર જરૂરી છે. આ યુરોપિયન દેશ દરેક ચોરસ ઇંચથી ચમકતી સુંદરતા ધરાવે છે.

ન્યૂઝીલેન્ડ
જો તમે કોઈ સારા દેશમાં જવા માંગો છો તો ન્યૂઝીલેન્ડ પણ બેસ્ટ છે. અહી તમને તમારી લાયકાત અનુસાર કામ મળી જશે. ડો તમારી પાસે યોગ્ય ડિગ્રી હોય તો પેકેજ પણ હાઈ મળશે. અહી ઢગલાબંધ વેકેન્સી છે. તેથી તમને નોકરી માટે ભટકવુ પણ નહિ પડે. આ દેશ ભરપૂર પ્રમાણમાં વિઝા આપે છે. આ તમારા માટે બેસ્ટ ચોઈસ બની શકે છે.

ઓસ્ટ્રીયા
ઓસ્ટ્રેલિયા તો તમે સાંભળ્યુ જ હશે, આજે અમે તમને ઓસ્ટ્રીયા દેશ વિશે જણાવ્યું. આ દેશમાં ઓસ્ટ્રેલિયા કરતા સરળતાથી વિઝા મળી જાય છે. જોકે, તેના માટે તમારા 100 માંથી 70 માર્કસ હોવા જોઈએ. જે અન્ય દેશોની સરખામણીમાં વધારે છે. પાસપોર્ટ, ડોમિસાઈલ સર્ટિફિકેટ, હેલ્થ ઈન્સ્યોરન્સ અને શૈક્ષણિક પ્રમાણપત્ર હાથમાં હોય તો અહી તમ ઝટપટ નોકરી મળી જશે

જર્મની
સેટલ્ડ થવા માટે જર્મની પણ બેસ્ટ ઓપ્શન છે. જો તમારી પાસે ગ્રેજ્યુએશન ડિગ્રી, 5 વર્ષનો કામનો અનુભવ, નાણાકીય સ્થિરતા હોય તો તમને તમારા પાસપોર્ટના આધારે વિઝા મળે છે. અહી પહેલા 6 મહિના માટે વિઝા અપાય છે. જર્મનીમાં તક મળે તો આ તક છોડવા જેવી નથી.

યુએઈ
યુએઈમાં મોટી સંખ્યામાં ભારતીયોની ડિમાન્ડ હોય છે. તમે કોઈ ખાસ ક્ષેત્રના નિષ્ણાત છો તો તમને અહી સરળતાથી એન્ટ્રી અને સારુ પેકેજ મળી છે. યુએઈ આવા ભારતીયોને મોસ્ટ વેલકમ કહે છે. સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAE માં પણ વિઝા પ્રથમ 60, 90 અથવા 120 દિવસ માટે  ઉપલબ્ધ છે. અહીં દક્ષિણ ભારતમાંથી મોટાપાયે લોકો નોકરી કરી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.