અમેરિકા-ચીન વચ્ચે પહેલેથી ટ્રેડ વોર તેમા ભારત-ચીન વચ્ચે વ્યાપાર યુદ્ધની તૈયારીઓ

ચીન મોટા પાયે ઓપ્ટિક ફાયબર કેબલનો જથ્થો ભારતમાં ઠાલવે છે, ભારત પણ ચીનની વસ્તુઓ પર આયાત ડયુટી વધારે તેવી શક્યતા

 

ભારતમાં નિર્મિત ફાયબર ઓપ્ટિક પ્રોડક્ટની આયાત પરની એન્ટી ડમ્પિંગ ડયુટીમાં પાંચ વર્ષ સુધી વધારો કરવાની ચીનની જાહેરાત પછી ભારતે જણાવ્યું છે કે ચીનમાંથી મોટા પ્રમાણમાં ઓપ્ટિક ફાઇબર કેબલ ભારતમાં ઠાલવવામાં આવે છે.

આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા બે અિધકારીઓના જણાવ્યા અનુસાર ભારત પણ ચીનની વસ્તુઓ પર આયાત ડયુટી વધારે તેવી શક્યતા છે. એટલે કે ચીન-અમેરિકા પછી હવે ચીન-ભારત વચ્ચે પણ વેપાર યુદ્ધ શરૂ થવાની સંભાવના છે.

નામ ન આપવાની શરતે એક અિધકારીએ જણાવ્યું છે કે ભારત સરકાર ચીનમાંથી આયાત થતા સિંગલ મોડ ઓપ્ટિકલ ફાયબરની આયાત પર રેમેડિયલ ડયુટી નાખવાનો વિચાર કરી રહી છે.

ડિરેક્ટર જનરલ ઓફ ટ્રેડ રેમેડિસ(ડીજીટીઆર) દ્વારા કરવામાં આવેલી તપાસમાં પણ જાણવા મળ્યું છે કે ચીનમાંથી મોટા પ્રમાણમાં ઓપ્ટિક ફાઇબર કેબલ ભારતમાં ઠાલવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ડીજીટીઆર એન્ટી ડમ્પિંગ, કાઉન્ટરવેલિંગ ડયુટી અને સાવચેતીના પગલા સહિતના તમામ ટ્રેડ રેમેડિયલ પગલાઓનું સંચાલન કરતી સિંગલ વિન્ડો એજન્સી છે.

વિગતવાર તપાસના અંતે ડીજીટીઆરએ જણાવ્યું છે કે ચીને સિંગલ મોડ ઓપ્ટિકલ ફાયબરની ડમ્પિંગ ડયુટી વધારતા ભારતીય ઉત્પાદકોને મોટા પાયે નુકસાન થવાની શક્યતા છે. તેથી ડીજીટીઆરએ 10 ટકા સેફગાર્ડ ડયુટીની ભલામણ કરી છે.

ઉલ્લેખનીય છે કે સરકારે જુલાઇ, 2019માં  સિંગલ મોડ ઓપ્ટિકલ ફાયબર પરની બેઝિક કસ્ટમ ડયુટી(બીસીડી)માં પાંચ ટકાનો વધારો કર્યો હતો. નાણા મંત્રાલય  આ બાબતમાં ટૂંક સમયમાં નિર્ણય લે તેવી શક્યતા છે.

સિંગલ મોડ ઓપ્ટિકલ ફાયબરનો ઉપયોગ ટેલિકોમ્યુનિકેશન ઓપરેશનમાં કોમ્યુનિટી એસેસ ટેલિવિઝન (સીએટીવી), ફાયબર ટુ ધ હોમ (એફટીએચ)  અને કોમ્પ્યુટર નેટવર્કિગ તરીકે કરવામાં આવે છે.  એક અન્ય અિધકારીના જણાવ્યા અનુસાર ભારત 15 જૂન પછી ચીનના અયોગ્ય વેપાર પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.