અમેરિકા ચાઇના ટ્રેડ વોર અને કોરોનાના કારણે ગોલ્ડ જવેલરીનો બિઝનેસ ચાઇનાથી ભારત શિફ્ટ થયો છે

કોરોના કાળમાં ધંધા રોજગારમાં ઘણી ઉથલપાથલ જોવા મળી છે. એમાં પણ ચીન સાથેના ચાલી રહેલા વિવાદના કારણે પણ ઘણો બદલાવ આવ્યો છે. તેમાં પણ અમેરિકા ચાઇના ટ્રેડ વોર અને કોરોનાના કારણે જેમ જવેલરીનો બિઝનેસ ચાઇનાથી ભારત શિફ્ટ થયો છે.અને સુરતને 15 થી 20 ટકા જેટલો ફાયદો થયો છે.

સુરત આમ તો પોતાના ડાયમંડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે અને કહેવાય છે કે વિશ્વના 10 માંથી 9 હીરા સુરતમાં જ બને છે. દુનિયાના કોઈપણ ખૂણામાં સુરતમાં બનેલો હીરો જોવા મળશે. આમ સુરતના હીરા ઉદ્યોગનું વિસ્તરણ વૈશ્વિક સ્તરે ખૂબ મોટું છે, એજ રીતે સુરતમાં બનતી ગોલ્ડ અને ડાયમંડ જવેલરીનું માર્કેટ પણ ખૂબ વિશાળ છે. અત્યાર સુધી સુરતમાં બનેલી જવેલરી ચાઇના દ્વારા ઈમ્પોર્ટ કરીને ત્યાં ફિનિશીંગનું કામ કર્યા બાદ વિશ્વના અન્ય દેશોમાં મોકલવામાં આવતી હતી, જેથી જવેલરીના મોટા ભાગના કામ ચાઇના તરફથી થતાં હતાં અને અમેરિકા દ્વારા ઈમ્પોર્ટ કરવામા આવતી જવેલરીનું જોબ વર્ક પણ ચાઇના દ્વારા થતું હતું. હાલ કોરોનાની વૈશ્વિક માર્કેટ પર થયેલી અસર અને ખાસ કરીને અમેરિકા અને ચાયના વચ્ચે થયેલ ટ્રેડ વોરને કારણે ભારતીય જવેલરી ઉદ્યોગને એક નવી આશા મળી છે, જેમાં અગાઉ જે જવેલરીના ઓર્ડર અમેરિકા દ્વારા ચાયનાને આપવામાં આવતા હતાં તે હવે સીધા ભારતના જવેલરી મેકર્સ ને મળી રહ્યા છે,

આ અંગે જેમ એન્ડ જવેલેરીના દિનેશભાઇ નાવડીયા કહે છે કે સુરતના જવેલરી બજારને જે બિઝનેશ મળી રહ્યો છે તેનું  મુખ્ય કારણ અમેરિકા ચાયના ટ્રેડ વોર છે, ચાયના દ્વારા જે જવેલરી અમેરિકા એક્સપોર્ટ કરાતી હતી તેના પર 7% જેટલી ડ્યુટી લાગતી હતી જેને કારણે તેની કિંમત ઘણી વધી જતી હતી, પરંતુ અમેરિકા હવે ચાયનાને બદલે સીધા ભારત પાસેથી આ જવેલરી ખરીદે છે તો તે ડ્યુટી ઓછી ભરવી પડે છે અને ઓવરઓલ જવેલરીની કિંમત પણ ચાયના કરતા સસ્તી પડે છે.તેથી આ બિઝનેશમાં સુરતને ફાયદો થયો છે.

આમ અત્યાર સુધી જે જેવલરી સુરતના મેકર્સ ચાયનાને વેંચતા હતાં તે હવે સીધી અમેરિકા ને વેચશે અને તેનો સીધો ફાયદો ઇન્ડિયન જવેલરી માર્કેટ ને થશે. ચાયનાથી અમેરિકા ટ્રાન્સપોર્ટેશન ખૂબ ઝપડથી થતું હોવાને લીધે અત્યાર સુધી અમેરિકા ચાયના પાસે ખરીદી કરતું હતું, આ જ ટ્રાન્સપોર્ટેશન જો ડાયરેકટ ભારત થી કરવામાં સાત દિવસ જેટલો સમય લાગતો હોવાથી પહેલાં ભારત પાસેથી ખરીદી ઓછી થતી હતી.

આમ અત્યાર સુધી જે જેવલરી સુરતના મેકર્સ ચાયનાને વેંચતા હતાં તે હવે સીધી અમેરિકાને વેચશે અને તેનો સીધો ફાયદો ઇન્ડિયન જવેલરી માર્કેટ ને થશે.ચાયનાથી અમેરિકા ટ્રાન્સપોર્ટેશન ખૂબ ઝપડથી થતું હોવાને લીધે અત્યાર સુધી અમેરિકા ચાયના પાસે ખરીદી કરતું હતું, આ જ ટ્રાન્સપોર્ટેશન જો ડાયરેકટ ભારતથી કરવામાં સાત દિવસ જેટલો સમય લાગતો હોવાથી  પહેલાં ભારત પાસે થી ખરીદી ઓછી થતી હતી પરંતુ હવે ભારત સરકારની નવી પોલિસીને કારણે હવે ટ્રાન્સપોર્ટેશન માત્ર 5 દિવસ માં થઈ જતું હોવાથી અમેરિકાને પણ ભારત પાસેથી માલ ખરીદવામાં સરળતા થઈ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.