વેક્સીનેશનની પ્રક્રિયામાં ભારત અમેરિકા અને ચીનને પછાડીને શીર્ષ પર પહોંચ્યું છે. 92 દિવસમાં દેશમાં 12 કરોડ 26 લાખથી વધારે લોકોને વેક્સીન લગાવાઈ છે. અમેરિકાએ આ આંક 97 દિવસમાં તો ચીને 108 દિવસમાં સર કર્યો હતો. ઉત્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં 1-1 કરોડથી વધુ લોકોને વેક્સીનના ડોઝ અપાયા છે.
જેમાં મહારાષ્ટ્રમાં 1.21 કરોડ, યૂપીમાં 1.07 કરોડ, રાજસ્થાનમાં 1.06 કરોડ અને ગુજરાતમાં 1.03 કરોડ ડોઝ અપાયા છે. મંત્રાલયના આધારે વેક્સીનેશન અભિયાનના 92માં દિવસે દેશમાં 39998 જ્ગ્યાએ 2684956 વેક્સીન આપવામાં આવી છે
લાભાર્થીમાં 91.28 લાખ સ્વાસ્થ્ય કર્મીને પહેલો ડોઝ અપાયો છે તો 57.08 લાખ સ્વાસ્થ્યકર્મીને બીજો ડોઝ અપાયો છે. 1.12 કરોડ ફ્રન્ટ લાઈન વર્કર્સને વેક્સીનનો પહેલો ડોઝ અને 55.10 લાખને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ સિવાય 45 વર્ષથી ઉપરની વ્યક્તિને 8.59 કરોડથી વધારે લોકોને કોરોના વેક્સીનનો પહેલો ડોઝ અને 49.72 લાખથી વધારેને બીજો ડોઝ પણ આપી દેવાયો છે. દેશમાં કુલ વેક્સીનેશનના 59.5 ટકા ડોઝ ફક્ત 8 રાજ્યોમાં અપાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ છે કે 12.26 કરોડથી વધારે લોકોને કોરોના વેક્સીનનો ખોરાક અપાઈ ચૂક્યો છે. શનિવારે 25. 65 લાખ લોકોને વેક્સીનેશન થઈ ચૂક્યું છે. મંત્રાલયે કહ્યું કે દેશમાં કુલ 60.57 વેક્સીનેશન સેન્ટર છે. ભારતમાં રોજ સરેરાશ 38,93,288 વેક્સીન લાગી રહી છે. બીજા નંબર પર અમેરિકા છે અહીં રોજ સરેરાશ 30 કરોડ ડોઝઅપાઈ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.