ચીનની કોઈ વ્યક્તિ વાયરસના ફેલાવા અંગે વાત કરવા માંગે તો તેને રોકવામાં આવતી હોવાનો દાવો
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસ જેવી ગંભીર બીમારી મામલે ચીને જે લાપરવાહી દાખવી છે તેના કારણે ચીન પાસે વધેલો ટેરિફ સહન કરવા સિવાય અન્ય કોઈ રસ્તો નથી બચ્યો તે અર્થનું નિવેદન આપ્યું હતું. દંડસ્વરૂપે ચીન માટેનો ટેરિફ વધારવાને તેમણે નિશ્ચિત સ્વરૂપે એકમાત્ર વિકલ્પ ગણાવ્યો હતો.
ટ્રમ્પે તેઓ આગળ શું થઈ રહ્યું છે તે જોઈ રહ્યા છે અને જે બન્યું તેનાથી સૌ ખુશ નથી, તમામ 182 દેશો માટે આ ખરાબ સમય છે તેમ જણાવ્યું હતું. અગાઉ એક ઈન્ટરવ્યુમાં અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ પણ ચીન પર કોરોના વાયરસ મામલે જાણકારી છુપાવવાનો આરોપ લગાવ્યો હતો. પોમ્પિયોના કહેવા પ્રમાણે ચીન બધી માહિતી આપી હોવાનો દાવો કરે છે પરંતુ હજુ સુધી તેમને વાયરસનું સેમ્પલ પણ નથી મળ્યું. તેઓ આ જોખમ કેટલું ભયંકર છે તે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
પોમ્પિયોએ જણાવ્યું કે, ચીન કોરોના વાયરસ ક્યાંથી ફેલાયો તે બાબતે અજાણ હોવાનો દાવો કરે છે પરંતુ ચીનમાં રહેતી કોઈ વ્યક્તિ જો આ અંગે વાત કરવા માંગે તો તેને અહીં સુધી પહોંચવા નથી દેવાતી. લોકોને આ અંગે વાત ન કરવા સૂચના આપી રાખી છે અને અગાઉ પણ તેમને રોકીને ચર્ચા સમાપ્ત કરી દેવાયેલી છે.
- અગાઉ ટ્રમ્પે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને ચીન માટેની પબ્લિક રિલેશન એજન્સી સમાન ગણાવ્યું હતું અને વુહાનની લેબમાં કોરોના વાયરસ સાથે સંકળાયેલા પુરાવા જોવા મળ્યા હોવાનો દાવો કર્યો હતો. આ તરફ પોમ્પિયોએ કોઈ વિશ્વસનીય પાર્ટનર પોતાના ભાગીદાર દેશ સાથે આવો વ્યવહાર ન કરે, ખાસ કરીને જ્યારે તે મુશ્કેલીમાં હોય તેમ પણ જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.