આખા વિશ્વમાં અમેરિકા કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત દેશ છે, જ્યાં સંક્રમિતોની સંખ્યા 4 લાખથી વધી ગઈ છે. અમેરિકામાં સતત બીજા દિવસે પણ લગભગ 2 હજાર લોકોના કોરોના વાયરસથી મોત થયા છે. માત્ર બે જ દિવસમાં 4 હજાર જેટલા લોકોના મૃત્યુ કોરોના વાયરસને કારણે થયા છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 14695 લોકોના મોત થઇ ચુક્યા છે.
જોન્સ હોપ્કીન્સ યુનિવર્સીટી દ્વારા બુધવારે સાંજે જાહેર કરેલા આંકડા અનુસાર, અમેરિકામાં કોરોના વાયરસને કારણે 24 કલાકમાં 1973 લોકોના મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 14695 પર પહોંચી ગઈ છે. મૃત્યુના મામલે અમેરિકા સ્પેન કરતા આગળ નીકળી ગયું છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં સૌથી વધુ 17,669 લોકોના મૃત્યુ ઇટાલીમાં થયા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ડબ્લ્યુએચઓ પર ગંભીર આરોપ લગાવતા ફંડિંગ રોકવાની વાત કહી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે વિશ્વ આરોગ્ય સંગઠનને યુ.એસ. તરફથી મોટા પ્રમાણમાં નાણાં મળે છે, તેમને મારા દ્વારા લાદવામાં આવેલી મુસાફરી પર પ્રતિબંધની ટીકા કરી હતી અને અણગમો વ્યક્ત કર્યો હતો. તેઓ ઘણી વસ્તુઓ વિશે ખોટા હતા. તેઓ ખૂબ જ ચીન-કેન્દ્રિત લાગે છે. અમે ડબ્લ્યુએચઓ પર ખર્ચ થનારી રકમ પર પ્રતિબંધ લગાવવા જઈ રહયા છીએ.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુઃખમાં ડૂબેલા દેશને આશ્વાસન આપતાં કહ્યું કે નવા આંકડાઓથી ખબર પડે છે કે જેટલી આશંકા હતી એના કરતા ઓછા મૃત્યુ થયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.