અમેરિકાની કોરોના વેક્સિન હશે મોંઘી, 3700 થી 4500 રૂપિયા સુધી ચૂકવવી પડશે કિંમત

અમેરિકામા તેયાર થયેલી કોરોનાની રસી મોંઘા ભાવે મળશે. એક રિપોર્ટ અનુસાર, અમેરિકાની કંપની મોડર્ના પોતાની વેક્સિનના એક ડોઝ માટે 3700થી 4500 રૂપિયા સુધીનો ભાવ વસુલવાની યોજના બનાવી રહી છે.

મોડર્ના વેક્સિનનો પ્રસ્તાવિત ભાવ Pfizer અને BioNTechની કોરોના વેક્સિનની સામે લગભગ 800 રૂપિયા વધારે છે. મોડર્ના કંપની પોતાની વેક્સિનના બે ડોઝ માટે 3700 થી 4500 રૂપિયા સુધીના ભાવ લઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાની Pfizer ને તેના જર્મન પાર્ટનર Pfizerની રસીને લઇને લગભગ 15,000 કરોડ રૂપિયાની ડીલ થઇ છે. આ પ્રોજેકટ હેઠળ 5 કરોડ લોકોને કોરોના રસી આપવાની યોજના છે. જો કે, લોકોની રસી ત્યારે જ મળશે ત્યારે વેક્સીન તેના છેલ્લા સ્ટેજમા અસરકારક અને સુરક્ષિત સાબિત થાશે.

મૉડર્ના અમેરિકા અને બીજા વધુ આવકવાળા દેશો પાસેથી રસી માટે 3700 થી 4500 રૂપિયા સુધીનો ભાવ લઇ શકે છે. કંપનીના પ્રવક્તાએ કહ્યુ કે, વેક્સિનની સપ્લાઇ માટે અમેરિકાની સરકાર સાથે ચર્ચા ચાલી રહી છે. જો કે, પ્રવક્તાએ ગોપનિયતા માટે વેક્સિનના ભાવની જાણકારી આપી નથી.

રોયટર્સનુ કહેવુ છે કે, મોડર્નાની કોરોના વાયરસની વેક્સિનની કિંમત ફિક્સ થઇ નથી. Pfizer, Moderna અને Merck & Co કંપનીઓએ કહ્યુ કે, તેઓ નફા સાથે વેક્સિનની વહેંચણી કરશે. જ્યારે, જ્હૉનસન એન્ડ જ્હૉનસન કંપનીએ વેક્સિનના વેચાણ નોટ ફોર પ્રોફિટ હેઠળ કરવાની વાત કરી હતી.

જ્યારે, બ્રિટીશ સ્વિડિશ કંપની એસ્ટ્રાજેનકાએ લગભગ 9,000 કરોડ રૂપિયામા અમેરિકાએ 30 કરોડની વેક્સિનની સપ્લાય કરવાની ડીલ કરી છે. એ હિસાબે અમેરિકાને એસ્ટ્રાજેનકાની રસી માટે એક ડોઝના 300 રૂપિયા આપવા પડશે.

અમેરિકાએ વેક્સિન તૈયાર કરવા માટે ઓપરેશન વાર્પ સ્પીડ પ્રોગ્રામ ચાલુ કર્યો છે, જેના હેઠળ સરકારે મોટર્ના કંપનીને વેક્સિન બનાવવા માટે 7476 કરોડ રૂપિયાનુ ફંડ આપવુ પડશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.