અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના પ્રબળ દાવેદારે કરી ટ્રમ્પ નાં નિવેદનની ટીકા, કહ્યું આ નેતૃત્વની નિષ્ફળતા

દિલ્હી હિંસાનો મુદ્દો દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ ચર્ચાઈ ચુક્યો છે. આ હિંસા જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારતમાં હતા ત્યારે પણ અટકી ન હતી. આ વિશે જ્યારે ટ્રમ્પને સવાલ કરવામાં આવ્યો તો ટ્રમ્પે તેને ભારતનો અંગત મુદ્દો ગણાવી જવાબ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના પ્રબળ દાવેદાર અને અમેરિકન સેનેટર બર્ની સૈંડર્સે ટ્વીટ કરીને ટ્રમ્પના નિવેદનની ટિકા કરી હતી.

બર્ની સૈંડર્સે ટ્વીટ કરીને કહ્યું કે, ‘20 કરોડથી વધારે મુસલમાન ભારતને પોતાનું ઘર કહે છે. મોટાપાયે થયેલી મુસ્લિમ વિરોધી હિંસામાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે, અને ટ્રમ્પે કહી દીધું કે, આ તો ભારત પર નિર્ભર છે. આ માનવ અધિકારો પર નેતૃત્વની નિષ્ફળતા છે.’

તો બીજી બાજુ આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા મામલામાં સંબંધિત અમેરિકન પંચે દિલ્હીમાં હિંસા અંગે ચિંતા વ્યક્ત કરીને ભારત સરકારને તેમના નાગરિકોને ચોક્કસ સુરક્ષા આપવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની અપીલ કરી છે. આયોગના અધ્યક્ષ ટોની પર્કિંસે બુધવારે બપોરે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું કે, ‘અમે ભારત સરકારને અપીલ કરીએ છીએ કે ત્યાં હિંસાનો શિકાર થયેલા મુસ્લિમો અને અન્ય સમુહોને સુરક્ષા આપવા માટે સરકાર શક્ય તમામ પ્રયત્ન કરે’.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.