ભારતમાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં અને વિરોધમાં દેશભરમાં રેલીઓ યોજાઈ રહી છે ત્યારે હવે વિદેશની ધરતી પરથી મોદી સરકાર માટે રાહતના સમાચાર આવ્યા છે. અમેરિકામાં ભારતીય મૂળના લોકોએ સંશોધિત નાગરિકતા કાયદાને સમર્થન આપવા માટે અલગ-અલગ સ્થળો પર કાર્યક્રમ યોજ્યા હતાં અને CAAને ભારત સરકાર તરફથી લેવામાં આવેલું ઐતિહાસિક પગલું કરાર આપ્યો હતો.
સંશોધિત નાગરિકતા કાયદા મુજબ હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના જે લોકો ધાર્મિક દમનના કારણે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી 31 ડિસેમ્બર, 2014 સુધી ભારત આવી ગયા છે, તેમને ભારતીય નાગરિકતા આપવામાં આવશે.
અમેરિકામાં વસતા ભારતીયોનું એક જુથ રવિવારે ટાઇમ્સ સ્ક્વૅર પર એકત્ર થયું. તેમના હાથમાં પૉસ્ટર હતા અને તેનો CAA અને નરેન્દ્ર મોદી સરકારના સમર્થનમાં નારા લગાવી રહ્યા હતા. આ પૉસ્ટરો પર લખ્યું હતું, ‘સીએએ માનવાધિકારો વિશે છે, અમે સન્માની સાથે જીવવાના લઘુમતીઓના અધિકારનું સમર્થન કરીએ છીએ.’ ‘પ્રવાસી ભારતીય સીએએનું સમર્થન કરે છે’ અને ‘સીએએ પારદર્શી અને લોકતાંત્રિ પ્રક્રિયાથી પાસ કરવામાં આવ્યું છે.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.