પાકિસ્તાનના ચોર વૈજ્ઞાનિક એક્યૂ ખાનના કારણે ગેરકાયદેસર રીતે પરમાણું હથિયારો મેળવવાની કરતૂત દુનિયાભરમાં ખુલ્લે પડી ગઈ છે. ખાને કેનેડા પાસેથી પરમાણું ટેક્નિક ચોરી કરી પાકિસ્તાને પોતાનો તો ન્યૂક્લિયર પ્રોગ્રામ આગળ ધપાવ્યો પણ સાથે જ તેમણે ઈરાન, લિબિયા, ઉત્તર કોરિયા જેવા દેશોને વેચ્યો પણ ખરો. ન્યૂક્લિયર સ્મગલિંગ અને મિસાઈટ ટેક્નોલોજીના ગેરકાયદેસર અધિગ્રહણની દિશામાં પાકિસ્તાન આટલેથી પણ અટક્યું નહીં.
હવે પાકિસ્તાન અમેરિકી ટેક્નિકની ચોરી કરતા પકડાઈ ગયું છે. રાવલપિંડી સ્થિત ફ્રંટ કંપની ‘બિઝનેસ વર્લ્ડ’ સાથે જોદાયેલા પાંચ પાકિસ્તાનીઓ પર અમેરિકામાં આરોપ લાગ્યા છે કે તેમણે પાકિસ્તાનના ન્યૂક્લિયર અને મિસાઈલ પ્રોગ્રામ માટે અમેરિકી ટેકનિકની સ્મગલિંગ કર્યું છે.
અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેંટ પ્રમાણે આ પાંચેય પાકિસ્તાની કેનેડા, હોંગકોંગ્સ અને યૂકેમાં રહે છે. ડિપાર્ટમેંટનું કહેવું છે કે, ‘આ પાંચેય પોતાની ફ્રંટ કંપની માટે દુનિયાભરમાંથી ખરીદીનું નેટવર્ક ચલાવી રહ્યાં હતાં. તેમની ફ્રંટ કંપનીઓ એડવાંસ એંજીનિયરિંગ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન અને પાકિસ્તાની એટમિક એનર્જી કમિશન માટે અમેરિકામાં બનેલા ઉત્પાદન ખરીદતી હતી. આ કંપની અમેરિકાથી સામાનની નિકાસ કોઈ જ એક્સપોર્ટ લાઈસેન્સ વગર જ કરતી હતી એ અમેરિકાના કાયદાનું ઉલંઘન છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.