અમેરિકા એ ગુગલ પર લગાવ્યો આરોપ: ફેસબુક સાથે મળીને ગુગલે ઓનલાઇન જાહેરાતો ના માર્કેટમાં સર્જ્યો છે ગોટાલો…

અમેરિકાના 38 રાજ્યોએ ગૂગલ સામે ગંભીર આરોપ મૂક્યો છે. અરજીમાં કહેવાયું હતું કે ફેસબુક સાથે મળીને ગૂગલે ઓનલાઈન જાહેરાતોના માર્કેટમાં ગોટાળો સર્જ્યો છે. જાહેરાતના માર્કેટને કબજે કરીને મોનોપોલી સર્જી દીધી છે, જેના કારણે ગ્રાહકોને નુકસાન થઈ રહ્યું છે.

ઓનલાઈન જાહેરાતોના ઊંચા ભાવ અને નીચી ગુણવત્તાથી ઓનલાઈન માર્કેટની લાંબાંગાળાની સ્પર્ધા સાવ ખતમ થઈ જશે. રાજ્યોના આરોપ છે કે ગૂગલ ફેસબુક સાથે મળીને પ્રતિસ્પર્ધા ખતમ કરવા માગે છે, આવી મોનોપોલી સર્જવી તે પ્રતિસ્પર્ધાના રાજ્યોના કાયદાનો ભંગ છે.

અમેરિકાના 38 રાજ્યોએ ગૂગલ સામે ગંભીર આરોપ લગાવીને કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. ફેસબુક સાથે મળીને ગૂગલે ઓનલાઈન જાહેરાતોના માર્કેટમાં મોનોપોલી સર્જી હોવાનો આરોપ રાજ્યોએ મૂક્યો છે. આ સંયુક્ત અરજીની સુનાવણી વૉશિંગ્ટનની કોર્ટમાં થશે. અગાઉ આ જ મુદ્દે ફેસબુક સામે પણ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે.

શરૂઆતમાં 10 રાજ્યો આ અરજીમાં સામેલ થયા હતા, પરંતુ હવે કુલ 38 રાજ્યો આ અરજીમાં સામેલ થયા હોવાથી ગૂગલની મુશ્કેલી વધી ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.