અમેરિકાના H-1B Visa ના રજિસ્ટ્રેશન થશે બંધ, ઓનલાઇન કરો એપ્લાય, આ દસ્તાવેજોની પડશે જરૂર

H-1B visa registration : અમેરિકામાં કામ કરનાર વિદેશી નાગરિકોને H-1B Visa ઇશ્યૂ કરવામાં આવે છે. તેની રજિસ્ટ્રેશનની તારીખ 22 માર્ચ છે. વિઝા માટે ઓનલાઇન જ રજિસ્ટ્રેશન કરવું પડશે.

H-1B visa closing date: અમેરિકાના H-1B Visa રજિસ્ટ્રેશન ટૂંક સમયમાં બંધ થશે. અમેરિકી સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ  (USCIS) એક નિવેદન જાહેર કરી તેની જાણકારી આપી છે. USCIS એ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2025 માટે H-1B Visa ના શરૂઆતી રજિસ્ટ્રેશનની તારીખ 22 માર્ચના રોજ પુરી થશે.

અમેરિકામાં કામ કરનાર વિદેશી નાગરિકોને H-1B Visa ની જરૂર પડે છે. તેના રજિસ્ટ્રેશનની વિંડો 6 માર્ચે ખુલી હતી. જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે H-1B Visa ના રજિસ્ટ્રેશનની તારીખ 22 માર્ચના બપોરે 12 વાગે (ભારતીય સમયાનુસાર રાત્રે 9:30 વાગે) ખતમ થઇ જશે. રજિસ્ટ્રેશન ઓનલાઇ હશે. તેના માટે myUSCIS એકાઉન્ટનો ઉપયોગ કરવો પડશે. અરજી અને તેની ફી પણ તેના દ્વારા જ ભરવામાં આવશે.

આ દસ્તાવેજો આપવા પડશે
રજિસ્ટેશન માતે વેલિડ પાસપોર્ટ ડિટેલ અને વેલિડ ટ્રાવેલ ડોક્યૂમેન્ટની જાણકારી આપવી પડશે. જો કંઇપણ ગરબડ જણાશે તો એપ્લિકેશન રદ કરવામાં આવશે.

રજિસ્ટ્રેશન ખતમ થયા બાદ જેમનું સિલેક્શન તહ્શે, તેમને માર્ચ સુધી myUSCIS ઓનલાઇન એકાઉન્ટ પર તેની જાણકારી આપવી પડશે. ત્યારબાદ 1 એપ્રિલથી H-B કેપ પિટીશન માટે ઓનલાઇન ફોર્મ જમા કરવામાં આવશે. જ્યારે H-1B નોન કેપની પિટીશનની તારીખ જલદી જ જાહેર થઇ જશે.  USCISએ જણાવ્યું કે નોન-ઇમિગ્રન્ટ વર્કર માટે અરજી ફોર્મ I-129 અને પ્રીમિયમ સેવા માટે અરજી ફોર્મ I-907 ઓનલાઇન ઉપલબ્ધ છે.

વધી ગઇ છે વીઝા ફી
1 એપ્રિલથી નાણાકીય વર્ષ 2025 માટે વીઝા એપ્લિકેશન લેવામાં આવશે. વર્ષો બાદ અમેરિકી સરકારે વીઝા ફીમાં વધારો કર્યો છે. વિઝા ફી $10 થી વધારીને $110 કરવામાં આવી છે. તે જ સમયે, H-1B વિઝા માટે નોંધણી ફી પણ $10 થી વધારીને $215 કરવામાં આવી છે.

શું છે H-1B વીઝા? 
H-1B વીઝા એ નોન-ઇમિગ્રન્ટ વિઝા છે. તે અમેરિકન કંપનીઓને વિદેશી કામદારો રાખવાની મંજૂરી આપે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ અમેરિકન કંપનીમાં કામ કરે છે ત્યારે તેને H-1B વિઝા આપવામાં આવે છે

અત્યાર સુધી એવું થતું હતું કે જો કોઈ વ્યક્તિના H-1B વિઝાની સમયસીમા સમાપ્ત થઈ ગઈ હોય, તો તેને રિન્યુ કરાવવા માટે ફરીથી તેના દેશમાં પાછા ફરવું પડતું હતું. પરંતુ હવે તમારે નવીકરણ પ્રક્રિયા માટે ઘરે આવવું પડશે નહીં. અમેરિકામાં રહીને જ વિઝા રિન્યુ થશે. H-1B વીઝાની રિન્યૂઅલ પ્રક્રિયાને સરળ બનાવવાથી લગભગ 10 લાખ લોકોને ફાયદો થશે અને તેમાં મોટી સંખ્યા ભારતીયોની હશે. અમેરિકામાં લાખો ભારતીય કામ કરી  રહ્યા છે. 2022માં અમેરિકી સરકારે 4.42 લાખ લોકોને  H-1B ઇશ્યૂ કર્યા હતા. તેમાંથી 73 ટકા ભારતીય હતા.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.