અમેરિકામાં હાહાકાર- કોરોનાથી 24 કલાકમાં 3500 મોત, એક દિવસમાં અઢી લાખ કેસ નવા આવ્યા

– આખી દુનિયામાં વધુ ખુવારી અમેરિકામાં થઇ

કોરોનાએ અમેરિકામાં અક્ષરસઃ હાહાકાર મચાવી દીધો હતો. છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના અઢી લાખ કેસ નવા આવ્યા હતા અને 3500 લોકોનાં મરણ થયાં હતાં.

જ્હૉન હોપકીન્સ યુનિવર્સિટીના સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એંજિનિયરીંગ દ્વારા આ આંકડા બહાર પાડવામાં આવ્યા હતા. આખી દુનિયામાં કોરોનાના સૌથી વધુ કેસ અને કોરોનાથી સૌથી વધુ મરણ પણ અત્યાર સુધી અમેરિકામાં થયા હતા. પોલિટિકલ સૂત્રો એ માટે ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રને દોષિત ઠરાવતા હતા. શરૂથી ટ્રમ્પ વહીવટી તંત્રે કોરોનાના જોખમને ગંભીરતાથી લીધું નહોતું અને ચેપને અટકાવવાના નક્કર પગલાં પણ લીધાં નહોતાં.

દરમિયાન, મંગળવારે અમેરિકાના હેલ્થ વર્કર્સને કોરોના વિરોધી રસી આપવાનો કાર્યક્રમ શરૂ થઇ ગયો હતો.  કેન્દ્રીય આરોગ્ય ખાતું બીજી કંપનીની રસીની ટ્રાયલ લઇને એની સમીક્ષામાં વ્યસ્ત હતું. ફાઇઝર- બાયોએનટેકની રસીને અત્યંત ઓછા તાપમાનમાં રાખવા માટે ડ્રાય આઇસમાં પેક કરાઇ રહી હતી.ૉ

બુધવારે થયેલાં 3500 મરણ સાથે કોરોનાને કારણે અમેરિકામાં થયેલાં મરણનો આંકડો ત્રણ લાખને વટાવી ગયો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.