અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વિવાદોમાં રહેલી વિશ્વ આરોગ્ય સંગઠન ફંડિંગ રોકી દીધું છે. બાદ ચીને વિશ્વ આરોગ્ય સંગઠને મદદ કરવાનું એલાન કર્યું છે.
ચીને કહ્યું હતું કે તે કોરોના વાયરસના વૈશ્વિક વિનાશનો સામનો કરવા ડબ્લ્યુએચઓને 3 કરોડ ડોલર દાન કરશે. અગાઉ ચીને ડબ્લ્યુએચઓને 2 કરોડ ડોલર આપ્યા હતા.
તેમણે કહ્યું કે ચીનનું આ યોગદાન સંયુક્ત રાષ્ટ્રની એજન્સી પર ચીની સરકાર અને આપણા લોકોના વિશ્વાસને દર્શાવે છે. અગાઉ, ડબ્લ્યુએચઓ ચીફ ટેડ્રોસે બુધવારે કેટલાક યુએસ ધારાસભ્યોના રાજીનામાની માંગને અવગણતાં કહ્યું હતું કે તેમને આશા છે કે અમેરિકી તેમની એજન્સીને ભંડોળ રોકવાના તેના નિર્ણય પર પુનર્વિચાર કરશે.
નોંધનીય છે કે, ચીને કેટલાક દિવસો પહેલા યુએસએ ડબ્લ્યુએચઓના ભંડોળ બંધ કરાવવાની ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. કોરોના વાયરસ રોગચાળા સાથેના વ્યવહારમાં ડબ્લ્યુએચઓની ભૂમિકા પર સવાલ ઉઠાવતા યુ.એસ.એ નાણાં બંધ કરી દીધા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.