કોરોનાના મામલે અમેરિકન સરકારને પોતાની બેદરકારી ભારે પડી છે.
હવે કોરોનાના દર્દીઓની સંખ્યામાં અમેરિકાએ ચીનને અને ઈટાલીને પણ પાછળ રાખી દીધા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના તમામ દાવા બાદ પણ અમેરિકા આ બીમારી પર કાબૂ મેળવવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યુ છે.
ગુરુવારે અમેરિકામાં કોરોનાના દર્દીઓની સંખ્યા 85000ને પાર કરી ચુકી છે. આ બીમારીએ 1200 લોકોના ભોગ લીધા છે. અમેરિકા બાદ ચીનમાં 81000 અને ઈટાલીમાં 80000 લોકો કોરોના પોઝિટિવ છે.
અમેરિકન વૈજ્ઞાનિકોએ આ પહેલા જ ચેતવણી આપી હતી કે, અમેરિકા કોરોના વાયરસનો મોટો ગઢ બની શકે છે. એવુ મનાય છે કે, 33 કરોડની વસતી ધરાવતા અમેરિકામાં હજી પણ દર્દીઓની સંખ્યામાં ભારે વધારો નોંધાશે.
અમેરિકાના ન્યૂયોર્કમાં તેની સૌથી વધારે અસર છે.ન્યૂયોર્કમાં એક દિવસમાં 100 લોકોના મોત ગુરુવારે હતા
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.