અમેરિકા હવે ડ્રેગનની વિરુદ્ધ,કોઈ પણ સ્થિતિમાં નરમ વર્તનના મૂડમાં નથી…

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યુ કે તે ચીનને મજબૂર ન કરી શકે કે તે વાયરસની ઉત્પત્તિને લઈને હજું વધારે આંકડા ઉપલબ્ધ કરાવે. WHOએ કહ્યુ કે હાલમાં જ એ વાત પર ભાર મુકતું રહેશે કે એ બાબતની તપાસ થવી જોઈએ કે આખરે વાયરસ ક્યાંથી આવ્યો અને દુનિયામાં કેવી રીતે ફેલાયો.

ચીનથી નિકળી આખી દુનિયામાં ફેલાયેલા કોરોના વાયરસની ઉત્પત્તિને જાણવામાં લાગેલ અમેરિકા હવે ડ્રેગનની વિરુદ્ધ કોઈ પણ સ્થિતિમાં નરમ વર્તનના મૂડમાં નથી. અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકેને કોરોના વાયરસ માટે ચીનને જવાબદાર ગણાવતા કહ્યુ છે કે કોરોના વાયરસને ખતમ કરવો છે. તેમજ ભવિષ્યમાં આ પ્રકારની મહામારીથી બચવું પડશે. આના મૂળ સુધી જવું પડશે.

બ્લિંકેને કહ્યું કે બેજિંગ આંતરરાષ્ટ્રીય તપાસકર્તાઓને પ્રવેશ આપે અને તેમને જરુરી જાણકારી પુરી પાડે. જેથી આ મહામારીને દુનિયામાંથી ખતમ કરી શકાય.

લેબ દુર્ઘટના પહેલા પણ માનવ સંક્રમણનું કારણ બની ચૂકી છે. 1977માં ફેલાયો હતો એચ1 એન 1 ફ્લૂ મહામારીનું મોટું ઉદાહરણ છે. જેમાં 7 લાખથી વધારે લોકો માર્યા ગયા હતા.

જો કે આનુવંશિક હેરફેર સંભવિત લેબ લીકનું એક માત્ર કારણ નથી. આની પાછળ કેટલાક બીજા તર્ક છે. વાયરસના પશુજનિક હોવાને લઈને વર્ષ ભરથી વધારે સમય સુધી ઉંડાણપૂર્વકના શોધ સફળ નથી રહ્યા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.