અમેરિકા ઈરાન સાથે કોઈ પણ પ્રકારનું યુદ્ધ ખેલી લેવાના મુડમાં, સંખ્યાબંધ સૈનિકો કરશે રવાના

ઈરાની જનરલ કાસિલ સુલેમાનીના મોત બાદ દુનિયામાં યુદ્ધનો ખતરો મંડરાવવા લાગ્યો છે. ઈરાને સ્પષ્ત ચેતવણી આપતા કહ્યું છે કે, તે પોતાના કમાંડરના મોતનો બદલો અમેરિકાથી લઈને જ રહેશે. તો બીજી બાજુ અમેરિકાએ પણ આ ખતરાને ધ્યાનમાં રાખીને ખાડી દેશોમાં વધારે 3000 સૈનિકોને રવાના કરી દીધા છે. આ સાથે જ અમેરિકા ખાડી દેશોમાં પોતાની કિલોબંદી કરવામાં લાગી ગયું છે.

અમેરિકાના સંરક્ષણ મંત્રાલયના ઉચ્ચ સૂત્રોએ જમાવ્યું હતું કે ‘ટુંક સમયમાં અમેરિકા સૈનિકોને મોકલવાની ઓફિશિયલ જાહેરાત કરશે. સૈનિકોને કોઈ પણ સ્થિતિ માટે તૈયાર રહેવા સૂચના આપી દેવામાં આવી છે.

ઈરાનના ટોચના જનરલને ટાર્ગેટ બનાવીને અમેરિકાનાં હવાઈ હુમલાને લઈને ભારે તણાવની સ્થિતિ ઉભી થઈ છે. ઈરાન અમેરિકા સામે બદલો લેવા આકરી કાર્યવાહી કરે તેવી શક્યતા છે. જોકે ટ્રમ્પે પણ પોતે કોઈ પણ પ્રકારના પગલા માટે તૈયાર હોવાનું જાહેર કર્યું છે. આ સાથે જ ઈરાનના જનરલની મોત બાદ સર્જાયેલી સ્થિતિને જોતા અમેરિકા પશ્ચિમ એશિયામાં 3,000 સૈનિકોને મોકલવાની તૈયારી કરી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.