અમેરિકાના હુમલામાં ઈરાનના કમાન્ડર કાસિમ સુલેમાનીના મૃત્યુ બાદ સમગ્ર મધ્ય પૂર્વ એશિયામાં યુદ્ધનું ભયંકર સંકટ સર્જાયું છે. અમેરિકાના હુમલા બાદ બગદાદમાં અમેરિકી દૂતાવાસ અને બેલાદ એરફોર્સ બેઝ પર રોકેટથી હુમલો થયો હતો. ત્યારબાદથી બંને દેશો વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ટ્રમ્પે ઈરાનમાં 52 સ્થળો નિશાન પર છે, જેનો તેઓ નાશ કરી શકે છે અને ફરી એકવખત થોડીકવાર પહેલાં કહ્યું કે તો ભીષણ ઇરાન પર અત્યાર સુધીનો ભીષણ હુમલો થશે એમ કહેતા દુનિયાભરમાં હાહાકાર મચી ગયો છે. સંભવિત યુદ્ધની આ સ્થિતિ વચ્ચે વિશ્વના અનેક દેશોએ બન્ને દેશોને વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે સંયમ જાળવવા માટે અપીલ કરી છે. યુરોપિયન યુનિયન, ફ્રાંસ, રશિયા, ચીન, કતાર, લેબેનોન જેવા દેશોએ શાંતિ માટે અપીલ કરી છે. યુરોપિયન યુનિયન (EU)ને શાંતિ અને સંયમ માટે અપીલ કરી છે. EUના વિદેશ નીતિ બાબતના વડા જોસેફ બોરેલે શનિવારે તણાવને ઘટાડવા પર ભાર આપ્યો છે અને બન્ને દેશને શાંતિનો માહોલ સ્થાપવા વિનંતી કરી છે.
તણાવ ઘટાડવા પર ભાર આપ્યો
ઈરાનના વિદેશ પ્રધાન મોહમ્મદ જાવેદ જરીફ સાથે બ્રુસેલ્સમાં મુલાકાત બાદ જોસેફ બોરેલે ટ્વીટ કર્યું છે. તેમણે સ્થિતિ ગંભીર ન બને તે માટે વાતચીતથી તણાવને ઘટાડવા પર ભાર આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુલેમાનીની હત્યા બાદ ઈરાને અમેરિકા પર હુમલો કરવાનો દ્રઢ નિર્ધાર કર્યો છે અને ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખોમેનીએ અમેરિકાને ધમકી આપી છે.
સંયમ માટે અપીલ
અત્રે ઉલ્લેખનીય છે કે કાસિમ સુલેમાની સહિત 8 લોકોના મૃત્યુ બાદ અનેક દેશોએ બન્ને દેશોને સંયમ રાખવા માટે અપીલ કરી છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને તુર્કીના રાષ્ટ્રપતિ રિસેપ તૈય્યપ અર્દોગન સાથે ફોન પર મધ્ય-પૂર્વ ક્ષેત્રની સ્થિતિ અંગે ચર્ચા કરી છે. ત્રણેય નેતાએ મધ્ય-પૂર્વ એશિયાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને બન્ને દેશને સંયમ રાખવા અપીલ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.