અમેરિકા-ઈઝરાયલ બાદ હવે ભારતનું નામ પણ ઘરમાં ઘૂસીને મારનારા દેશોમાં સામેલ થઈ ગયું છે : અમિત શાહ

પશ્ચિમ બંગાળ ના પાટનગર કોલકાતા માં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડની નવી ઑફિસનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન ગૃહ મંત્રીએ કહ્યું કે, આપણે દુનિયામાં શાંતિ ઈચ્છીએ છીએ. હુમલો કરનારા પોતાનું મોત નક્કી કરીને આવે છે. ભારત પર હુમલો થયો તો ભારત પણ ઘરમાં ઘૂસીને મારશે. આ દરમિયાન તેઓએ સર્જિકલ સ્ટ્રાઇક  તરફ ઈશારો કરતાં કહ્યું કે, અમેરિકા-ઈઝરાયલ ઘરમાં ઘૂસીને મારતા હતા. હવે ભારતનું નામ પણ ઘરમાં ઘૂસીને મારનારા દેશોમાં સામેલ થઈ ગયું છે.

અમિત શાહે કહ્યું કે, પાંચ વર્ષની અંદર NSGએ ભારત સરકારથી જે અપેક્ષાઓ રાખી છે, તે તમામ અપેક્ષાઓની પૂર્ત‍િ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નેતૃત્વમાં ભારત સરકાર સુનિશ્ચિત રીતે કરશે.

શાહે વધુમાં કહ્યું કે, આજે મારા માટે ખૂબ ગૌરવ અને હર્ષની વાત છે કે NSG માટે જે પ્રકારની સુવિધા તેમને નિશ્ચિત થઈને કામ કરવા માટે જોઈએ, તે સુવિધાની પૂર્ત‍િમાં આજે એક પગલું આગળ વધી રહ્યા છીએ. એક સાથે અનેક લગભગ 245 કરોડની અલગ-અલગ યોજનાઓનું લોકાર્પણ અને ભૂમિપૂજન થયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.