અમેરિકા જંગ માટે તૈયાર, ચીન દુનિયાનો વિલન- કોરોના ષડયંત્ર બાદ આખી દુનિયાની સામે ચીનનો ઝેરીલો ચહેરો ખુલ્લો પડી ગયો છે.

ચીન દુનિયાનો વિલન બની બેઠો છે એ વાત અત્યાર સુધી ચીનને અને તેના પાડોશી દેશોને જ ખબર હતી પરંતુ કોરોના ષડયંત્ર બાદ તો આખી દુનિયાની સામે ચીનનો ઝેરીલો ચહેરો ખુલ્લો પડી ગયો છે. કોરોનાકાળના ચીનની હરકતો વિલન જેવી જ જોવા મળી રહી છે. દક્ષિણી હિન્દ મહાસાગરમાં યુદ્ધાભ્યાસ કરતી ચીનની સેના દુનિયાને ધમકાવતી જોવા મળી રહી છે અને આવામાં અમેરિકાએ પણ ચીનને સંદેશ આપ્યો છે કે અમે પણ બંગડી પહેરીને નથી બેઠા.

ચીને તાઈવાનને ડરાવ્યું તો ટ્રમ્પ ગુસ્સે ભરાયા
ચીને જોયું કે તેનો પ્રબળ શત્રુ અમેરિકા કોરોના સંકટમાં ફસાયેલો છે તો તકનો ફાયદો ઉઠાવીને ચીને તાઈવાનને ડરાવવાનું વિચાર્યું. જ્યારે ચીને પોતાના નાના પાડોશી દેશ તાઈવાનને આંખ બતાવી તો અમેરિકાએ પણ ચીનને આંખ દેખાડી. ત્યારબાદ અમેરિકી વાયુસેનાએ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું.

અમેરિકા પલટવાર માટે  તૈયાર
અમેરિકાને ચીની વાઈરસથી લોહીલુહાણ કરીને ચીન પોતાના પાડોશી તાઈવાનને પરેશાન કરવાનું વિચારવા માંડ્યું છે. આ જ કડીમાં તકનો ફાયદો ઉઠાવતા ચીને તાઈવાન નજીક પોતાના વિમાનવાહક જહાજ અને જંગી જહાજ મોકલી દીધા. પરંતુ અમેરિકાને તેની ખબર પડી ગઈ અને ત્યારબાદ અમેરિકી વાયુસેના અને નેવીએ ચીનને ગંભીર સંદેશવાળો સંકેત આપ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.