અમેરિકા જવાનાં સપનાં જોતાં યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો, આ ગુજરાતી યુવાને લાખો રૂપિયા ગુમાવ્યા

આણંદ તાલુકાનાં જીટોડિયા ગામે રહેતાં યુવકને અમેરિકાનાં વિઝા આપવાનું કહીને જોષીકુવાના ઠગે 25 લાખ રૂપિયા પડાવી લઈને વિઝા ન અપાવીને છેતરપિંડી આચરતાં આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે છેટરપીંડિ અને વિશ્વાસઘાતનો ગુનો નોંધીને તપાસ આરંભી છે.

ચોંકાવનારી ઘટના અંગે પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર આણંદ તાલુકાના જીટોડિયા ગામે મહાવીર પાર્કમાં રહેતાં રાધાકૃષ્ણન પ્રજાપતિ લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીમાં નોકરી કરતા હતા. તે વખતે સાથે નોકરી કરતાં રસિક પટેલ સાથે તેમનો ભેટો થયો હતો. અને તેઓએ જણાવ્યું હતું કે, અમારી ઓફિસ આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલી ઓફિસે મળવા ગયા હતા. તેઓએ યુએસએ જવા માટેની વાત કરી હતી. અને જે તે સમયે મને કહેલ કે 25 લાખ રૂપિયા જેટલો ખર્ચ થશે. વાતચીત કર્યા બાદ પાસપોર્ટ તથા અભ્યાસની માર્કશીટો અને જરૂરી ડોક્યુમેન્ટ બેંક સ્ટેટમેન્ટ વગેરે આપવામાં આવ્યા હતા. અને જે તે સમયે પોલીસનાં ખુટતાં નાણા પણ જમા કરાવાયા હતા. રસિક પટેલે યુએસએ ગયો હતો, અને યુએસએથી રાધાકૃષ્ણનને એક દિવસ ફોન કર્યો હતો. તમારે 4 લાખ રૂપિયા મોકલાવા પડશે અને હીરાભાઈ નાથાભાઈ પટેલને નાણા મોકલી આપજો. તે મને આપી દેશે. ત્યારબાદ 13 ઓક્ટોબર 2014નાં રોજ મીહિર પટેલે રાધાકૃષ્ણનને રોકડા રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ રસિક ભારત આવ્યો હતો. ત્યારે રાધાકૃષ્ણને તેનો સંપર્ક કર્યો હતો. તો તેણે બીજા 15 લાખ રૂપિયાની માગ કરી હતી. ત્યારબાદ રસિક અમેરિકા ચાલ્યો ગયો હતો.

જે બાદ 2016માં ફરીથી રાધાકૃષ્ણને વિઝા અંગે રસિકભાઈને ફોન કર્યો હતો. અને તે સમયે પણ રસિકે તેની પાસેથી વિઝા પ્રોસેસનાં નામે 5 લાખ રૂપિયા લીધા હતા. અને છ મહિનામાં વિઝા આવી જશે તેમ જણાવ્યું હતું. આમ કુલ 25 લાખ રૂપિયા રાધાકૃષ્ણને રસિકને આપ્યા હતા. તે વાતને પણ એક વર્ષ વિતી ગયો છતાં પણ વિઝા મળ્યા ન હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.