અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને માહોલ ગરમ થતો જાય છે, બે મહિના બાદ યોજાનારી ચૂંટણી પહેલા જ જોરદાર પ્રચાર થઈ રહ્યો છે. તેવામાં ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વિવાદ ઉભો કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં કરી છે.
Donald Trump Controversy Post: અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે 5 નવેમ્બરે ચૂંટણી યોજાનાર છે અને તે પહેલા પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ટ્રમ્પનો મુકાબલો ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસ સાથે છે. ટ્રમ્પ તેમની અમેરિકા ફર્સ્ટ નીતિ માટે જાણીતા છે, પરંતુ ક્યારેક તેઓ બેબાક નિવેદનો માટે જાણીતા છે. તેમની ટિપ્પણીઓ ઘણીવાર ઇમિગ્રન્ટ્સ અથવા અન્ય દેશોમાંથી આવ્યા પછી અમેરિકન નાગરિક બનેલા લોકોને ટાર્ગેટ કરે છે.
ટ્રમ્પના પોસ્ટથી વિવાદ ઉભો થયો
આ વચ્ચે હવે ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટ એક્સ (X) પર એક પોસ્ટ કરી છે જેના પગલે વિવાદ ઉભો થઈ ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે જે પોસ્ટ શેર કરી છે તેમા અમેરિકન ધ્વજ સળગતો જોવા મળી રહ્યો છે. આ સિવાય જે લોકો તેને સળગતા દેખાડવામાં આવ્યા છે તેમના માથા પર ટોપીઓ છે. પોસ્ટની સાથે ટ્રમ્પે લખ્યું છે કે ‘જો કમલા હેરિસ જીતશે, તો આ લોકો તમારા નવા પાડોશી હશે.’
પોસ્ટથી કેટલાક સમુદાયના લોકોને કર્યા ટાર્ગેટ
આ રીતે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પોસ્ટમાં બહારથી આવતા લોકોને અને ખાસ કરીને મુસ્લિમોને નિશાન બનાવ્યા છે. ટ્રમ્પની આ પોસ્ટને લોકોએ ભડકાઉ ગણાવીને વખોડી છે. એક યુઝરે તો ત્યાં સુધી લખ્યું કે ‘તમારી હાર નજીક લાગે છે. તેથી જ આવી પોસ્ટ્સ આવવા લાગી છે.’ અન્યા એક યુઝરે લખ્યું કે લોકોને ડરાવવા અને જાતિવાદ એ તમારું સત્ય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.