છેલ્લા કેટલાય સમયથી વિદેશમાં જવાની ઘેલછા લોકોમાં વધી ગઈ છે અને આ ઘેલછાને કારણે કેટલાય એવા કિસ્સાઓ જોવા મળ્યા છે. જેમાં ઠગ બાજો દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે ત્યારે આવો જ એક કિસ્સો સુરતના કતારગામ વિસ્તારમાં સામે આવ્યો હતો. જેમાં ઠગ બાજો દ્વારા અમેરિકામાં વિઝા આપવાના નામે ચાર શખ્સો પાસેથી રૂપિયા દસ લાખ પડાવી લીધા હતા અને બાદમાં ગાયબ થઈ ગયો હતો. આ સમગ્ર બનાવને લઈને કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે પોલીસે આરોપી કાર્તિક પારેખને ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો.
કતારગામ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા અને મસાલા મેન્યુફેક્ચરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા યશ પટેલ અને તેમની પત્ની 22મી જુલાઈએ કતારગામ ઉમાં રેસિડનસીમાં રહેતા તેમના પરિચિત આશાબેન પાલડીયા ના ઘરે ગયા હતા. તેમને ત્યાં કાર્તિક પારેખને મળવાનું હતું. કાર્તિક પોતે અમેરિકામાં રહેતો હોવાનું અને ત્યાં મોટલ, કસીનો અને બાર્બરશોપનો માલિક હોવાનું કહી રોફ મારી પ્રચાર કરી રહ્યો હતો. કાર્તિકે પોતાની પત્ની અમેરિકામાં મોલ ખોલવાની વાત કરી હતી અને ત્યાં નોકરીએ ભારતીયોને રાખી તેમને સરળતાથી સ્પોન્સર વિઝા આપવાની વાત કરી લોભામણી વાતો કરી હતી.
કાર્તિકની લોભામણી વાતોમાં આશાબેન આવી ગયા હતા. આશાબેનનો પુત્ર નિરાંત ઉપરાંત યસ અને વિરાજ તથા યસ પોતે પત્નીને અમેરિકા મોકલવા તૈયાર થઈ ગયો હતો. બાદમાં કાર્તિકે આ તમામ લોકોને મેરીટ હોટલમાં રોકાણ કરાવી ત્યાં મિટિંગ રાખી પોતે અમેરિકાનો મોટો વેપારી હોવાની વાત અને વિશ્વાસ તેઓને અપાવ્યો હતો. બાદમાં આ તમામ લોકો પાસેથી 23 લાખની મસમોટી રકમ પડાવી લીધી હતી.
આ પ્રોસિજર વચ્ચે પોતે ગાંધીનગરમાં બંગલામાં વાસ્તુ રાખ્યુ હોવાનું જણાવી આમંત્રણ આપ્યું હતું. જોકે નાણાં મળી ગયા બાદ પિતાનું અવસાન થયાનું કહી આમંત્રણ કેન્સલ કરતા યસ અને બીજા લોકોને શંકા જતા ગાંધીનગરના સરનામે પહોંચતા આવું કોઈ મકાન ત્યાં નહીં હોવાનું જણાય આવ્યું હતું. પોતે ઠગના હાથે છેતરાયા હોવાની ગંધ તેમને આવી ગઈ હતી. તેઓએ કાર્તિકને મોબાઇલથી સંપર્ક પણ કર્યો હતો, પરંતુ તેનો મોબાઇલ સ્વીચ ઓફ આવ્યો હતો. આ અંગે બાદમાં યશે કતારગામ પોલીસ મથકમાં કાર્તિક વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધાવ્યો હતો. જે ફરિયાદના આધારે કતારગામ પોલીસે ઠગ કાર્તિક પાર્કની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.