અમેરિકાના મીડિયા કરતા ભારતના લોકોમાં હું વધારે લોકપ્રિયઃ ટ્રમ્પ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ભારત અને પીએમ મોદીના ભરપૂર વખાણ કર્યા છે.

કદાચ ટ્રમ્પ એવા પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ છે જે અવાર નવાર પોતાની વાતમાં ભારત અને પીએમ મોદીનો ઉલ્લેખ કરતા હોય છે.

ટ્રમ્પ અને મોદી વચ્ચે તાજેતરમાં ચીન મુદ્દે વાતચીત થઈ હોવાના દાવાને ભલે ભારત સરકારે રદિયો આપ્યો હોય પણ ટ્રમ્પે ફરી એક વખત પીએમ મોદીના વખાણ કરતા કહ્યુ છે કે, પીએમ મોદી બહુ સજજન વ્યક્તિ છે અને હું તેમને બહુ પસંદ કરુ છું. તેઓ બહુ સારુ કામ કરી રહ્યા છે.

ટ્રમ્પે તો પત્રકારો સાથેની વાતચીતમાં ત્યાં સુધી કહ્યુ હતુ કે, હું ભારતમાં બહુ લોકપ્રિય છું.આ વાતની મને ખબર છે. ભારતના લોકો મને પસંદ કરે છે. અમેરિકાના મીડિયા કરતા પણ ભારતના લોકો મને વધારે પસંદ કરે છે.

વ્હાઈટ હાઉસના સૂત્રોનુ કહેવુ છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પને જે વિદેશી નેતાઓ સાથે નિકટના સબંધો છે તેમાં જાપાનના પીએમ શિન્ઝો આબે અને ઈઝરાયેલના પીએમ નેતન્યાહૂ અને પીએમ મોદીનો સમાવેશ થાય છે. તેઓ એક બીજા સાથે વાતચીત કરતા હોય છે પણ તેને સાર્વજનિક કરાતી નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.