અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો ડોનાલ્ડ ટ્રમ્પ જીતે છે તો તેની સીધી અસર આખા વિશ્વ પર અને ખાસ કરીને ભારતીય રૂપિયા પર પડશે. એવામાં જો ચૂંટણી પછી બજારમાં જે ઉથલપાથલ થશે તેનાથી બચવા માટે ભારતે તૈયારી શરૂ કરી દીધી છે.
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 5 નવેમ્બરે મતદાન થવાનું છે અને આ ચૂંટણીમાં સીધો મુકાબલો ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે છે. અમેરિકા વિશ્વનો એક શક્તિશાળી દેશ છે અને આ દેશના નવા રાષ્ટ્રપતિ જે પણ બનશે તેની સીધી અસર આખા વિશ્વ પર પડશે.
હાલ એવી ચર્ચા ચાલી રહી છે કે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ આ ચૂંટણી જીતે છે તો તેની અસર ડોલર પર પડશે. આ વાતની સીધી અસર વિદેશી ભંડોળ અને ખાસ કરીને ભારતીય રૂપિયા પર પણ પડશે. એવામાં અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રૂપિયામાં કોઈપણ તીવ્ર ઘટાડાને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે તૈયારી કરી લીધી છે.
રિપોર્ટ અનુસાર આરબીઆઈ અમેરિકી ચૂંટણી પછી આવનારા કોઈપણ આર્થિક તોફાનનો સામનો કરવા માટે તે સંપૂર્ણ રીતે તૈયાર છે. જો ડોનાલ્ડ ટ્રમ્પ જીતે છે અને બજારમાં ઉથલપાથલ થાય છે, તો આરબીઆઈ પાસે વિદેશી મુદ્રાનો વિશાળ ભંડાર છે અને તેનો ઉપયોગ કરીને ડોલર સામે રૂપિયાને સ્થિર રાખી શકાય છે.
આટલું જ નહીં નવી યુએસ સરકાર ચીન પર નવા ટેરિફ લાદે છે કે નહીં એ વાતની પણ ભારત પર અસર થશે અને આ પગલાથી ભારતમાં મોંઘવારી વધી શકે છે. જાણીતું છે કે ટ્રમ્પે ચીનથી આયાત પર 60 ટકા ડ્યુટી લાદવાનું વચન આપ્યું છે. એટલે જો ટ્રમ્પ આ ચૂંટણી જીતે છે તો ભારત પર તેની પ્રતિકૂળ અસર જોવા મળી શકે છે.
જો કે સેન્ટ્રલ બેંકનું માનવું છે કે તે અમેરિકી ચૂંટણીઓ પછી ઉભી થનારી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. હવે એ જોવાનું રહે છે કે જો ટ્રમ્પ જીતે છે તો વૈશ્વિક બજારો પર શું અસર પડે છે અને ભારતને તેની અસરથી કેવી રીતે બચાવી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.