ઉત્તર કોરિયા ઉપર લગાડેલા પ્રતિબંધ અમેરિકા હટાવી નહીં લે તો મિસાઈલ પરીક્ષણ કરીને ક્રિસ્મસ ગિફ્ટ આપશે એવું ઉત્તર કોરિયાનું નિવેદન આવ્યું તે પછી અમેરિકાએ પણ ધમકી આપી હતી.
અમેરિકાએ કહ્યું હતું કે હવે વધારે એક પણ પરીક્ષણ થશે તો અમેરિકા પણ પગલાં ભરશે. યુનાઈટેડ નેશન્સ સિૃથત અમેરિકી રાજૂદત કેલી ક્રાફ્ટે કહ્યું હતું કે જો ઉત્તર કોરિયા હવે ફરીથી ક્રિસ્મસ અગાઉ બેલાસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરશે તો અમેરિકા પણ વર્ષના અંતે વળતો નિર્ણય કરવામાં કોઈ જ કસર નહીં છોડે.
કેલી ક્રાફ્ટે કહ્યું હતું કે અમેરિકાને ઉત્તર કોરિયા ઉપર વિશ્વાસ છે કે હવે વિશ્વને ધમકી આપતું પગલું નહીં ભરે અને હવે પરમાણુ મિસાઈલનું પરીક્ષણ પણ નહીં કરે, છતાં જો આવા ઉશ્કેરણીજનક પગલાં ભરાશે તો અમેરિકા સુરક્ષા પરિષદમાં આ મુદ્દો ઉઠાવશે અને બંને દેશોના નેતાઓ વચ્ચે થનારી આગામી પ્રાસ્તાવિક બેઠકો અંગે પણ ફેરવિચારણા કરશે.
થોડા દિવસ પહેલાં ઉત્તર કોરિયાએ મિસાઈલનું પરીક્ષણ કર્યું તે બાબતે પણ અમેરિકન રાજદૂતે દુખ વ્યક્ત કર્યું હતું કે એ ઘટનાની ટીકા કરી હતી. તેણે કહ્યું હતું કે અમે ઉત્તર કોરિયાની બાબતે વલણ સ્પષ્ટ રાખ્યું છે, જો ઉત્તર કોરિયા સંવાદ માટે તૈયાર હશે તો એ દિશામાં પણ અમેરિકા તૈયાર હશે પણ તે માટેની શરતોનું પાલન થવું અનિવાર્ય હશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.