– વુહાનની લેબને છેલ્લાં પાંચ વર્ષથી અમેરિકા જ ફંડિગ કરી રહ્યું હતું
અમેરિકાની એક મેડિકલ સંસ્થાના વડાએ ૨૦૧૭માં ભવિષ્યવાણી કરી હતી
– ટ્રમ્પના શાસનમાં ભયાનક મહામારી ફાટી નીકળશે, ત્રણ વર્ષ પછી આગાહી સાચી પડી
– વુહાનની લેબોરેટરીમાંથી જ કોરોના વાયરસ ફેલાયો હતો
– ચીનના બે વિજ્ઞાાનિકોએ કોરોનાના મૂળિયા શોધી કાઢ્યા
કોરોના વાયરસ ચીનમાંથી શરૂ થયો હતો, પરંતુ વાયરસ કેવી રીતે ફેલાયો તે મુદ્દે અનેક અટકળો થઈ રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તો આ વાયરસ માટે ચીનને જ જવાબદાર ગણે છે, પરંતુ હકીકત એનાથી જુદી છે. અમેરિકાના જ એક ઉચ્ચ અધિકારીના દાવા પ્રમાણે ચીનની લેબમાં તૈયાર થયેલા કોરોના વાયરસ માટે ફંડ ખુદ અમેરિકાએ આપ્યું હતું. અમેરિકા વુહાનની લેબને છેલ્લાં પાંચ વર્ષથી સંશોધન માટે ફંડ આપે છે.
અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેક્શિયસ ડિસીસ એટલે કે એનઆઈએઆઈડી નામની સંસ્થાના વડા એન્થની ફાઉચીએ ૨૦૧૭માં ભવિષ્યવાણી કરી હતી કે નવી સરકારના કાર્યકાળમાં અમેરિકામાં એક મહામારી ફેલાશે. જોવાની વાત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જે વુહાન લેબને આ વાયરસ માટે જવાબદાર ગણે છે એ જ લેબોરેટરીને છેલ્લાં પાંચ વર્ષથી અમેરિકા ફંડ આપે છે. એ ફંડ એન્થની ફાઉચીએ જ મંજૂર કર્યું હતું.
એન્થનીએ ત્રણ વર્ષ પહેલાં જે ભવિષ્યવાણી કરી હતી તે સાચી પડી હતી. તેનો અર્થ શું એવો થાય કે એન્થની ફાઉચી એ વાયરસ અંગે જાણતા હતા? ત્રણ વર્ષ પહેલાં તેમને ખબર હતી કે ચીનમાં આવો કોઈ વાયરસ તૈયાર થઈ ચૂક્યો છે. અમેરિકાએ હેલ્થને લગતા સંશોધનોના નામે વુહાન લેબોરેટરીને અત્યાર સુધીમાં ૩.૭ લાખ ડોલરનું ફંડ આપ્યું છે.
વુહાનની એ લેબમાંથી જ વાયરસ છૂટો પડયો હોવાની શંકા હવે ધીમે ધીમે થીયરી બનતી જાય છે. અમેરિકાના પૈસાથી વાયરસ બન્યો અને દુનિયાભરમાં ફેલાયો એ વાત દિવસે દિવસે ચીનના વિજ્ઞાાનિકો જ સાબિત કરતા જાય છે. સાઉથ ચાઈના યુનિવર્સિટીના બે વિજ્ઞાાનિકો – બુતાઉ જિયાઉ અને લી જિયાઉએ કોરોનાના મૂળિયા શોધી કાઢ્યા છે.
આ બંને વિજ્ઞાાનિકોએ તૈયાર કરેલા અહેવાલમાં દાવો થયો હતો કે ચામાચીડિયાની જે પ્રજાતિમાંથી આ વાયરસ ફેલાયો હોવાનું કહેવાય છે એ તો વુહાન આસપાસ જોવા જ મળતા નથી. વુહાનની માર્કેટમાં ચામાચીડિયા મળતા જ નથી, ત્યાં એનું સૂપ પણ બનતું નથી. તો પછી આ ચામાચીડિયામાંથી રોગ આવ્યો ક્યાંથી?
વુહાનની ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજીમાં ચામાચીડિયાની એ જાત ઉપર પરીક્ષણ થતું હતું. એમાંથી જ કોરોના વાયરસ ફેલાયો હતો. હોર્સ શૂ પ્રજાતિના ચામાચીડિયા ઉપર સંશોધન થઈ રહ્યું હતું અને એમાં જ આ પ્રકારનો કોરોના વાયરસ જોવા મળે છે. ૨૦૦૨-૦૩માં પણ હોર્સ શૂ નામની પ્રજાતિમાંથી જ સાર્સ નામનો વાયરસ ફેલાયો હતો. વુહાનથી ૯૦૦ કિલોમીટર દૂર આ પ્રજાતિ મળે છે. એટલે લેબોરેટરી માટે આ ચામાચીડિયાને લાવવામાં આવે છે. એવા જ એક સંશોધન દરમિયાન ભૂલથી કોરોના વાયરસ વુહાનમાં ફેલાયો હતો એવો તર્ક ચીની વિજ્ઞાાનિકોએ આપ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.