અમેરિકામાં ‘બ્રેન ઇટિંગ’ બેક્ટેરિયાથી ગભરાટ : ટેક્સાસના આઠ શહેરોમાં ચેતવણી
બેક્ટેરિયાવાળું પાણી પીવાથી વ્યક્તિનું મોત થવાનો ભય
એક શહેરના પાણીમાં નાઇગ્લેરિયા ફોલેરી બેક્ટેરિયા દેખાતા કટોકટી જાહેર કરાઇ
વિશ્વમાં એક તરફ કોરોનાની મહામારીએ લોકોના જીવ અધ્ધર કર્યા છે તો બીજી તરફ અમેરિકાના ટેક્સસાના આઠ શહેરોના પાણીમાં એવો બેકટેરિયો જોવા મળ્યો હતો જે વ્યક્તિના મગજને ખાઇ જતાં અંતે વ્યક્તિનું મોત થઇ જાય છે.
આ ગંભીર સ્થિતિ જોઇ એક શહેરે તો મહાઆપત્તિ જાહેર કરી દીધી હતી. પર્યાવરણ ગુણવત્તા અંગેના ટેક્સસાના કમિશનરે બ્રાઝોસ્પોર્ટ વોટર ઓથોરિટી દ્વારા જારી કરાયેલી એક માર્ગરેખા બહાર પાડી તમામ ગ્રાહકોને જેમાં વ્યક્તિના મગજને ખાઇ જનાર અમીબા નાઇગ્લેરિયા ફોલેરીના અંશો હોય તે પાણી નહીં પીવા સલાહ આપી હતી.
‘ગવર્નરની ઓફિસના આદેશથી પર્યાવરણ ગુણવત્તા અંગેના ટેક્સસાના કમિશનર સાથે મળી બ્રાઝોસ્પોર્ટ વોટર ઓથોરિટી આ સમસ્યાને ઉકેલવા પ્રયાસો કરે છે. જેમ બને તેમ જલદી આ સમસ્યાનો અંત લાવવાનો પ્રયાસ છે’એમ માર્ગરેખામાં કહેવામાં આવ્યું હતું.
સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, મગજને ખાઇ જનાર અમીબા સામાન્ય રીતે ગરમ ઝરણા, નદીઓ,ઉષ્ણ તળાવો અને માટીમાં જોવા મળે છે. ઉપરાંત રસાયણની ફેકટરીઓમાંથી સ્વચ્છ કર્યા વગર છોડેલા ગરમ પાણી અને ક્લોરોક્વિન વગરના સ્નાનાગરના પાણીમાં પણ હોય છે. લેક જેકસન, ફ્રીપોર્ટ, એન્ગેટન, બ્રાઝોરિયા, રિચવુડ, ઓઇસ્ટર ક્રિક, ક્લુટ અને રોઝેનબર્ગના રહેવાસીઓને આ ચેતવણી અપાઇ હતી.
જો કે એક સિવાયના તમામ રસાયણીક એકમોને સાફ કરી દેવાયા હતા.લેક જેક સન દ્વારા જાહેર આપત્તિ અને કટોકટી જાહેર કરાઇ હતી અને નગરજનોને જ્યાં સુધી આ પાણીને બહાર ફેકવામાં ન આવે ત્યાં સુધી પાણીજન્ય રોગને ફેલાવે એ પાણી નહીં પીવા આગ્રહ કરવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.