અમેરિકામાં રાષ્ટ્રીય સ્મારકો તોડનારાને 10 વર્ષની સજા થશે : ટ્રમ્પનો આદેશ

– હિંસામાં સ્મારકો તુટતા ટ્રમ્પે કાર્યકારી આદેશ પર સહી કરી

– રંગભેદના વિરોધ સામે ફાટી નીકળેલી હિંસા માટે ટ્રમ્પે ડાબેરીઓને જવાબદાર ઠેરવ્યા, આરોપીઓની યાદી જાહેર કરી

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં આવેલા સ્મારકોની સુરક્ષા માટે કાર્યકારી આદેશ પર સહી કરી છે. અમેરિકામાં જ્યોર્જની પોલીસ કસ્ટડીમાં હત્યા કરવામાં આવી હતી જેને પગલે અમેરિકામાં ફરી રંગભેદનો મામલો સામે આવ્યો હતો.

હિંસા દરમિયાન અનેક સ્મારકોને તોડી નાખવામાં આવ્યા હતા. જેને પગલે અમેરિકામાં હવે કોઇ સ્મારક તોડવામાં આવે તો તેને સજા ફટકારવામાં આવશે.

પ્રદર્શન કરી રહેલા લોકોએ વ્હાઇટ હાઉસની સામે એક પાર્કમાં એંડ્રયુ જેકસનના સ્મારકને હાની પહોંચાડી હતી. જેને પગલે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે એવા આદેશ પર સહી કરી છે કે જેમાં આવા કોઇ સ્મારકને હાની પહોંચાડવામાં આવશે તો આરોપીઓને સજા કરવામા આવશે.

ટ્રમ્પે ટ્વીટર પર શુક્રવારે જાહેરાત કરી હતી કે મે એક અતી કડક આદેશ પર સહી કરી છે, ટ્રમ્પે આ પહેલા ટ્વિટર વડે એક પોસ્ટ લખી હતી અને દાવો કર્યો હતો કે જે પણ લોકો દેશના ઐતિહાસિક સ્મારકો તોડી રહ્યા છે તેમની વિરૂદ્ધ હવે આકરી કાર્યવાહી કરવામાં આવશે.

ટ્રમ્પે ટ્વિટર પર આ નવા કાયદા અંગે જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે લેફયેટ પાર્કમાં જેક્સનનું સ્મારક તોડનારાઓની ધરપકડ કરવામાં આવશે. તેઓએ એફબીઆઇ દ્વારા જારી એક યાદીને રીટ્વીટ કરી હતી.

આ યાદી એ લોકોની છે જેમના પર સ્મારક તોડવા સહિતના આરોપો છે. જ્યારે જે કાયદાને કડક બનાવવાના

આદેશ પર સહી કરી તેમાં જોગવાઇ છે કે જે હવેથી જો કોઇ વ્યક્તિ દ્વારા સ્મારક તોડવામાં આવશે તો તેને 10 વર્ષ સુધીની સજા પણ ફટકારવામાં આવી શકે છે.

ટ્રમ્પે અમેરિકામાં પ્રદર્શન કરી રહેલા લોકોને ડાબેરી કહ્યા હતા અને તેમના પર હિંસાનો આરોપ લગાવ્યો હતો. અમેરિકામાં મે મહિનામાં એક અશ્વેત યુવકના ગળાને પોલીસે પગથી દબાવતા તેનું મોત નિપજ્યું હતું, જે બાદ રંગભેદનો મામલો ફરી સામે આવ્યો હતો અને ઉગ્ર દેખાવો અમેરિકામાં થયા હતા જેમાં સ્મારકોને પણ તોડવામાં આવ્યા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.