અમેરીકાના રિપોર્ટમાં દાવો, આતંકીઓ માટે હજુ સુરક્ષિત આશ્રયસ્થાન છે પાકિસ્તાન

અમેરીકાએ કહ્યું કે, પાકિસ્તાને 2019માં આતંકવાદને આર્થિક મદદ રોકવા અને તે વર્ષ ફેબ્રુઆરીમાં થયેલા પુલવામા હુમલા બાદ મોટાપાયે હુમલાઓને રોકવા માટે ભારત કેન્દ્રીત આતંકવાદી ગૃપ્સ વિરુદ્ધ સામાન્ય પગલાં ભર્યા. પરંતુ તે હજુ પણ ક્ષેત્રમાં સક્રિય આતંકવાદી સમુહો માટે સુરક્ષિત આશ્રયસ્થાન બનેલું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પાકિસ્તાનને આપવામાં આવતી અમેરીકાની મદદ પર જાન્યુઆરી 2018માં લગાવેલી રોક 2019માં પણ રહી.

આતંકવાદ પર દેશની સંસદીય અધિકાર પ્રાપ્ત સમિતિના વાર્ષિક રિપોર્ટમાં વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાને આતંકવાદના આર્થિક પોષણના ત્રણ જુદાં-જુદાં કેસોમાં લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક હાફિઝ સઈદને દોષિ ઠેરવવા સહિત કેટલાંક બાહ્ય કેન્દ્રીત સમુહો સામે કાર્યવાહી કરી. મંત્રાલયે કહ્યું, જો કે પાકિસ્તાન ક્ષેત્રમાં કેન્દ્રીત અન્ય આતંકવાદી સંગઠનો માટે સુરક્ષિત આશ્રયસ્થાન બનેલું છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, તેઓ અફઘાન તાલિબાન અને સંબદ્ધ હક્કાની નેટવર્કને પોતાની જમીન પરથી સંચાલનની મંજુરી આપે છે જે અફઘાનિસ્તાનને નિશાન બનાવે છે. આ રીતે તેઓ ભારતને નિશાન બનાવતા લશ્કર-એ-તૈયબા અને તેની સાથે સંબંધિત ઘણાં સંગઠનો અને જૈશના આતંકવાદીઓને પોતાની જમીનનો ઉપયોગ કરવા દે છે.

વિદેશ મંત્રાલયે આરોપ લગાવ્યો, તેણે અન્ય જાણીતા આતંકવાદીએ જેવા કે જૈશ-એ-મોહમ્મદના સંસ્થાપક અને સંરા દ્વાર જાહેર આતંકવાદી મસૂદ અઝહક અને 2008ના મુંબઈ હુમલાના પ્રોજેક્ટ મેનેજર સાજિદ મીર વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરી જેના વિશે માનવામાં આવે છે કે તેઓ પાકિસ્તાનમાં ખુલ્લે આમ ફરે છે.

અફગાનિસ્તાન શાંતિ પ્રક્રિયામાં જો કે પાકિસ્તાને કેટલુક સકારાત્મક યોગદાન આપ્યું છે જેમાં તાલિબાનને હિંસા ઓછી કરવા માટે પ્રેરિત કરવાનું સામેલ છે. પાકિસ્તાને એફએટીએફ માટે જરૂરી કાર્યયોજનાની દિશામાં કેટલીક પ્રગતિ કરી છે જેનાથી તે બ્લેક લીસ્ટમાં જતા બચ્યું છે પરંતુ 2019માં તેણે કાર્યયોજનાના દરેક પોઈન્ટ પર સંપૂર્ણ અમલ કર્યો નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.