અમેરિકા: સાઉથ ડકોટામાં પ્લેન ક્રેશ, 9 લોકોનાં મોત – 3 ઘાયલ

અમેરિકાનાં સાઉથ ડકોટામાં પ્લેન ક્રેશ થઈ ગયું છે. આ અકસ્માતમાં 9 લોકોનાં મોત થયા છે. સ્થાનિક મીડિયા પ્રમાણે વિમાનમાં 12 લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાં 9 લોકોનાં મોત થઈ ગયા છે જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલોને હૉસ્પિટલમાં ભરતી કરવમાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે વિમાને ચેમ્બરલેનથી ઉડાન ભરી હતી અને ઇદાહો ફૉલ્સ જઇ રહ્યું હતુ.

મૃતકોમાં 2 બાળકો પણ સામેલ છે. અમેરિકી મીડિયાનાં રિપોર્ટ પ્રમાણે ખરાબ હવામાનની જાણકારી પહેલાથી આપવામાં આવી હતી, પરંતુ ઉડાનનાં સમયે કદાચ તેને નજરઅંદાજ કરવામાં આવી. હવામાન વિભાગે તોફાનની પણ શક્યતા વ્યક્ત કરી હતી.

ફેડરલ એવિશન એડમિનિસ્ટ્રેશને કહ્યું કે, પિલાટસ પીસી – 12 એક સિંગ એન્જિનવાળું ટર્બોપ્રૉપ વિમાન હતુ જે ચેમ્બરલેન હવાઈ અડ્ડાથી લગભગ એક મિલ દૂર ટેક-ઑફ કર્યા બાદ દુર્ઘટનાગ્રસ્ત થયું. આ વિમાનમાં 12 યાત્રીઓ સવાર હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મૃતકોમાંથી એક વિમાનનો પાયલટ હતો. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બૉર્ડે એક ટ્વિટમાં કહ્યું છે કે પિલાટસ પીસી-12 વિમાનનાં ક્રેશની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.