અમેરિકામાં સ્થિતિ અંકુશમાં, જ્યારે ભારતમાં કોરોના બેકાબૂ : ટ્રમ્પની શેખી

 ટ્રમ્પે એક જ સપ્તાહમાં બીજી વખત ભારતની ટીકા કરી

– પોતાની સરકારનું કામ વખાણવા ટ્રમ્પે ભારતની કોરોના સામેની લડાઈને બેઅસરકારક ગણાવીને ઠેકડી ઉડાડી

 

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક જ સપ્તાહમાં બીજી વખત ભારતની ટીકા કરી હતી. અગાઉ હવા પ્રદૂષણ અંગે ભારતના નામનો ઉલ્લેખ કરીને ટીકા કરનારા ટ્રમ્પે બીજી વખત કોરોના અંગે ભારતનું ઉદાહરણ આપીને ભારતના પ્રયાસોને બિનઅસરકારક ગણાવ્યા હતા.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સરકારનું કામ વખાણતા કહ્યું હતું કે અમેરિકન સરકાર કોરોના સામે અસરકારક રીતે કામ કરી રહી છે. તેમણે કહ્યું હતું : આપણે ખૂબ સારૂં કામ કરી રહ્યાં છીએ. આપણે ત્યાં સિૃથતિ કાબુમાં આવતી જાય છે, જ્યારે ઘણાં દેશો હજુ પણ કોરોના સામે ઝઝૂમી રહ્યા છે.

ટ્રમ્પે ભારત અને ચીનનું ઉદાહરણ આપીને પોતાની સરકારની પ્રશંસા કરી હતી. ટ્રમ્પે અમેરિકામાં સિૃથતિ સારી છે એ બતાવવા માટે ચીન અને ભારતનું ઉદાહરણ આપતા કહ્યું હતું : ચીનમાં ફરી વખત કોરોના માથું ઊંચકી રહ્યો છે. જ્યારે ભારતમાં તો સિૃથતિ ખૂબ જ ખરાબ છે. ભારતમાં તો કોરોનાની સમસ્યા ભયાનક સ્તરે પહોંચી ચૂકી છે. પરંતુ અમેરિકામાં એવી સિૃથતિ સર્જાઈ નથી.

અમેરિકાએ વિસ્તારની દૃષ્ટિએ તુલના કરતા કહ્યું હતું કે આપણો વ્યાપ ભારત-ચીન કરતાં વધારે છે. છતાં આપણે ત્યાં એવી પરિસિૃથતિનું નિર્માણ થયું નથી. વળી અમેરિકામાં છ કરોડ લોકોના ટેસ્ટ થઈ ચૂક્યા છે. તેની સરખામણીમાં અન્ય એક પણ દેશે આટલી સંખ્યામાં ટેસ્ટ કર્યા નથી.

ટ્રમ્પે વેક્સિન બાબતે પણ પોતાની પીઠ થપથપાવી હતી. ટ્રમ્પના કહેવા પ્રમાણે અમેરિકા વેક્સિનના સંદર્ભમાં ખૂબ સારી પ્રગતિ કરી રહ્યું છે. ટૂંક સમયમાં અમેરિકાના વિજ્ઞાાનિકો કોરોનાની વેક્સિન શોધી લેશે.

ઉલ્લેખનીય છે કે આ સપ્તાહમાં ટ્રમ્પે વાયુ પ્રદૂષણ મુદ્દે ભારત, ચીન અને રશિયાના નામ લઈને ઝાટકણી કાઢી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકન સરકાર હવાને શુદ્ધ રાખવા જેટલું કામ કરે છે એટલું કામ ચીન, રશિયા કે ભારત કરતા નથી. ભારતમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.