– અમેરિકી ઇતિહાસમાં ઉપપ્રમુખના ઉમેદવાર તરીકે ફક્ત ત્રણ જ મહિલા પસંદ થયા
‘મહિલા ઓબામા’ તરીકે જાણીતાં ફર્સ્ટ ટાઇમ સેનેટર કમલાદેવી હેરિસે અમેરિકાના પ્રથમ મહિલા, અશ્વેત અને ભારતીય- અમેરિકન ઉપરાષ્ટ્રપતિ બનીને ઇતિહાસ સર્જ્યો છે.
રાષ્ટ્રપતિપદ માટેની કરવી પડતી પ્રચાર ઝુંબેશ માટે જરૂરી બંડોળ પોતાની પાસે નહિ હોવાનું જણાવીને પોતાના રાષ્ટ્રપતિ બનવાના સપનાંને બાજુ પર મૂકી દેનાર કમલા હેરિસને, એમના ડેમોક્રટિક પક્ષના રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર (અને હવે અમેરિકાના રાષ્ટ્રપતિ પદે ચૂંટાઇ આવેલા) જો બિડેને ઓગસ્ટમાં પોતાના સાથી તરીકે પસંદ કર્યા હતા.
પોતાના પૂર્વ પ્રતિસ્પર્ધી જો બિડેનના પ્રખર ટીકાકારમાંથી એમના સાથી બનેલા કેલિફોર્નિયા રાજ્યના 56 વર્ષના આ સેનેટરનો સમાવેશ, સેનેટમાંના ફક્ત ત્રણ એશિયન અમેરિકનોમાં થાય છે. તેઓ ચેમ્બરમાં કાર્ય કરનાર, અત્યાર સુધીના પહેલવહેલા ભારતીય અમેરિકન છે.
હેરિસ અનેક બાબતોમાં સૌ પ્રથમ કામગીરી કરનાર અગ્રણી તરીકે જાણીતાં છે. તેઓ કાઉન્ટિ ડિસ્ટ્રિક્ટ એટર્ની છે, સાનફ્રાન્સિસ્કોના ડિસ્ટ્રિક્ટ એટર્ની છે. આ પદે ચૂંટાનાર તેઓ પ્રથમ મહિલા, પ્રથમ આફ્રિકન- અમેરિકન અને પ્રથમ ભારતીય મૂળની વ્યક્તિ છે.
હવે, દેશના ઉપરાષ્ટ્રપતિ રૂપે પણ એમના નામે કોઇ પણ દ્વારા પ્રથમ વાર અંકે કરાયેલી સિધ્ધિઓ નોંધાઇ છે : પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ પ્રથમ આફ્રિકન- અમેરિકન મહિલા ઉપરાષ્ટ્રપતિ,પ્રથમ ભારતીય- અમેરિકન ઉપરાષ્ટ્રપતિ અને પ્રથમ એશિયન- અમેરિકન ઉપ રાષ્ટ્રપતિ.
જ્યારે જો બિડેને કમલા હેરિસની પોતાના સાથીદાર તરીકે પસંદગી કરી ત્યારે મોટા પક્ષની ટિકિટ પર ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ થનારા, અત્યાર સુધીના તેઓ તૃતીય મહિલા બની રહ્યાં હતાં.
અગાઉ, અલાસ્કાના ગવર્નર સારાહ પાલિનને 2008મંા, જ્યારે ન્યુ યોર્કના પ્રતિનિધિ ગેરાલ્ડાઇન ફેરોરોને 1984માં આ સન્માન મળ્યું હતું. કમલા હેરિસ, પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના નજીક હોવાનું મનાય છે. ઓબામાના કાર્યકાળ દરમિયાન તેઓ ‘મહિલા ઓબામા’ તરીકે જાણીતાં થયા હતા. વ્યાપાર ક્ષેત્રના ટોનિ પિન્ટોએ એમને ”રાષ્ટ્રપતિના યુવાન મહિલા સ્વરૂપ” તરીકે સંબોધ્યા હતાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.