અમેરિકામાં કોરોના વાયરસના 2 વેરિઅન્ટ એક થયા અને એક નવું હાઈબ્રિડ વર્ઝન તૈયાર થવાથી વધી રહી છે ચિંતા.
વૈજ્ઞાનિકોને સ્ટડી સમયે ખ્યાલ આવ્યો છે કે બ્રિટનમાં મળેલા કોરોના વાયરસના વેરિઅન્ટ B.1.1.7 અને અમેરિકામાં મળેલા કોરોના વેરિઅન્ટ B.1.429 બંને ભેગા થઈ ચૂક્યા છે. તેના કારણે કોરોનાનું હાઈબ્રિડ વર્ઝન તૈયાર થયું છે.
હજુ સુધી ફક્ત એક જ દર્દીમાં આ હાઈબ્રિડ વેરિઅન્ટ જોવા મળ્યું છે. પરંતુ વૈજ્ઞાનિકોને ડર છે કે હાઈબ્રિડ વેરિઅન્ટના અન્ય કેસ પણ હોઈ શકે છે.
વૈજ્ઞાનિકો કહે છે કે જ્યારે એક સમયે કોઈ વ્યક્તિ 2 અલગ અલગ વેરિઅન્ટથી સંક્રમિત થયા તો તેનાથી હાઈબ્રિડ વેરિઅન્ટ તૈયાર થવાનો ખતરો રહે છે. દુનિયાના અનેક દેશોમાં કોરોનાના અલગ અલગ વેરિઅન્ટ આવ્યા છે. સાઉથ આફ્રિકામાં મળેલા કોરોના વેરિઅન્ટ વધારે સંક્રામક હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અમેરિકાના વૈજ્ઞાનિકોએ એ દર્દીઓને લઈને વધારે જાણકારી સાર્વજનિક કરી નથી જે કોરોનાના હાઈબ્રિડ વેરિઅન્ટથી સંક્રમિત થયા છે. હજુ સુધી એ પણ ખ્યાલ આવી શક્યો નથી કે હાઈબ્રિડ વેરિઅન્ટથી કેટલા દર્દી બીમાર થયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.