અમેરિકામાં રસી લગાવી ચૂકેલા લોકો હવે માસ્ક પહેર્યા વગર…..નિયમો એ જગ્યાઓ પર લાગૂ નથી પડે જ્યાં હજું રસીકરણ ચાલી રહ્યુ છે…!

યુએસ સેન્ટર ફોર ડિસિસ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)એ કહ્યુ છે કે અમેરિકામાં રસી લગાવી ચૂકેલા લોકો હવે માસ્ક પહેર્યા વગર 6 ફુટના અંતરથી પોતાની એક્ટિવિટી કરી શકે છે. જો કે આ નિયમો એ જગ્યાઓ પર લાગૂ નથી પડે જ્યાં હજું રસીકરણ ચાલી રહ્યુ છે અથવા સરકારે હજું ત્યા પ્રતિબંધો લગાવી રાખ્યા છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં મોટા પાયા પર રસીકરણનું કામ થયું છે. ત્યાં લગભગ તમામ વયસ્કોને રસી લગાવવાનું કામ પુરુ થઈ ચૂક્યું છે.

આને લઈને રાષ્ટ્રપતિ જો બાયડને સીડીસીના ભરપુર વખાણ કર્યા. બાયડને કહ્યુ કે હજું થોડાક મહિના પહેલા મને ખબર પડી છે કે સીડીસીએ પૂર્ણ રસીકરણ લગાવી ચૂકેલા લોકોને માસ્કની ફરજિયાતતાને હટાવી દીધી છે.  આ એક મોટી ઉપલબ્ધિ છે.

બાયડને કહ્યુ ગત 144 દિવસથી અમારા રસીકરણ કાર્યક્રમે દુનિયાનું નેતૃત્વ કર્યુ છે અને આ અનેક લોકોની મોટી મહેનતથી સફળ થઈ શક્યુ છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.