અમેરિકન પીએમએ અફઘાનિસ્તાનમાંથી સૈનિકોને 11 સપ્ટેમ્બરે પાછા બોલાવવાનો કર્યો નિર્ણય,અમેરિકન અધિકારીઓએ મંગળવારે આ જાણકારી આપી

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને અફઘાનિસ્તાનના અમેરિકન સૈનિકોને પાછા બોલાવવા માટે 1 મેની સમયસીમાને વધારીને 11 સપ્ટેમ્બર કરવાનો નિર્ણય કર્યો છે. જે 9/11 ના હુમલાની 20માં વર્ષગાંઠ છે.

એ સ્પષ્ટ  થઈ ગયુ છે કે અઢી હજાર સૈનિકોની વાપસી એક મેના સુધી કરવી મુશ્કેલ રહેશે. જાહેરાત થતા પહેલા અમેરિકન અધિકારીઓએ નામ ન આપવાની શરતે બાયડનના નિર્ણયનની જાણકારી આપી હતી.

પહેલી વાર આ સમાચાર ધ વોશિંગ્ટન પોસ્ટના હવાલાથી આવ્યા હતા. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાંથી પ્રાપ્ત સમાચાર અનુસાર સંયુક્ત રાષ્ટ્ર, તુર્કી અને કતાર  આ મહિને અફઘાનિસ્તાન અને તાલિબાનના પ્રતિનિધિઓની વચ્ચે ઉચ્ચ સ્તરીય તથા સમાવેશી સમ્મેલન આયોજિત કરી રહ્યુ છે.

સંયુક્ત રાષ્ટ્રએ મંગળવારે કહ્યુ કે તુર્કીમાં 24 એપ્રિલથી 4 મે સુધી અફધાનિસ્તાન શાંતિ પ્રક્રિયા પર ઈસ્તામ્બુલ સમ્મેલન આયોજિત કરવામાં આવી રહ્યા છે.  જેમાં અફઘાનિસ્તાન અને તાલિબાનના પ્રતિનિધિ ભાગ લેશે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.