અમેરિકાની કંપની માઈક્રોસોફ્ટે જાપાનમાં પોતાના કર્મચારીઓને અઠવાડિયામાં ત્રણ દિવસની રજા આપવાનું નક્કી કર્યું છે. જાપાનમાં જ્યાં કર્મચારીઓ કામના ભારણથી દબોચાઈ રહ્યા છે ત્યારે માઈક્રોસોફ્ટ કંપનીએ કર્મચારીઓને અઠવાડિયામાં ત્રણ દિવસની રજા આપવા છતાં ઉત્પાદનનાં વેચાણમાં વધારો કર્યો અને ખર્ચમાં ઘટાડો કર્યો છે. માઈક્રોસોફ્ટે જાપાનમાં એક પ્રયોગ કરવાના બહાને કર્મચારીઓને અઠવાડિયામાં 3 દિવસની રજા આપવાની શરૂઆત કરી છે અને તેનો ઘણો ફાયદો પણ થયો છે.
જાપાનમાં માઈક્રોસોફ્ટે ઓગસ્ટ મહિનામાં પોતાના કર્મચારીઓને અઠવાડિયામાં 3 દિવસ એટલે શુક્રવારે પણ રજાનો અવકાશ આપ્યો. આ વિશેષ રજા 2300 પુર્ણકાલિક કર્મચારીઓને આપવામાં આવી છે. સાથે જ કંપનીનો મિટિંગ સમય પણ 30 મિનિટનો જ કર્યો અને એ પણ સામ-સામે વાતચીત કરવાના બદલે ઓનલાઈન ચેટથી કરવા માટે પ્રોત્સાહિત કર્યા.
માઈક્રોસોફ્ટે જાપાન અનુસાર મિટિંગમા ભાગ લેવા માટે લોકોની સંખ્યા 5 નક્કી કરી દીધી અને કર્મચારીઓને મેઈલના બદલે ઓનલાઈન વાતચીત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કંપનીને એનું પરિણામ પણ સકારાત્મક મળ્યું છે. ગયા વર્ષ કરતાં આ ઓગસ્ટમાં લગભગ 40 ટકા વેચાણ વધ્યું અને સાથે સાથે લાઈટ તેમજ કાગળનો ખર્યો પણ અડધો ઘટી ગયો. માઈક્રોસોફ્ટ જાપાનનું કહેવું છે કે, આ પ્રયોગ પછી અમને ખબર પડી કે દરેક કર્મચારી કામ કરવાની અલગ અલગ રીત પસંદ કરે છે. આવું કરવાથી લોકોની કાર્ય કરવાની ક્ષમતા પણ વધે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.