અમેરિકન કોંગ્રેસે ચીનની એપ્સ પર પ્રતિબંધ મુકવા બદલ ભારતના કર્યા ભરપૂર વખાણ

લદ્દાખ મોરચે ચીને ભારત સાથે કરેલી દગાબાજી બાદ ભારતે ટીક ટોક સહિત 59 ચાઈનીઝ એપ પર મુકેલા પ્રતિબંધના અમેરિકાની કોંગ્રેસે ભરપૂર વખાણ કર્યા છે.

સાથે સાથે કોંગ્રેસે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખીને અમેરિકન નાગરિકોની સુરક્ષાને ધ્યાનમં રાખીને ભારતની જેમ જ ચીનની એપ્સ અને વેબસાઈટ સામે આકરા પગલા ભરવા માટે અપીલ કરી છે.

સાંસદોએ ટ્રમ્પને પત્ર લખીને કહ્યુ છે કે, ભારતે સુરક્ષા માટે ચીનની એપ્સ  પર પ્રતિબંધ મુકીને દુનિયાને પ્રેરણા મળે તેવી પહેલ કરી છે.ચીનના કાયદા પ્રમાણે ચીનની કંપનીઓ દ્વારા ચલાવી એપ્સ દ્વારા જે પણ ડેટા એકત્રિત કરવામાં આવે છે તે તમામ ડેટા આ કંપનીઓએ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે શેર કરવો પડે છે.જે ભારતની જેમ અમેરિકાની સુરક્ષા માટે પણ ખતરનાક છે.

સાંસદોએ પત્રમાં ટ્રમ્પને અનુરોધ કર્ય છે કે, અમે પણ અમેરિકન લોકોની પ્રાઈવસી અને સુરક્ષાની રક્ષા કરવા માટે નિર્ણાયક કાર્યવાહી કરવાનો અનુરોધ કરીએ છે.

એવુ મનાય છે કે, આગામી કેટલાક સપ્તાહમાં અમેરિકા પણ ભારતની જેમ ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધની જાહેરાત કરી શકે છે.અમેરિકાએ આવો સંકેત આપ્યો છે.

આ પહેલા અમેરિકાના વિદેશ મંત્રી પણ કહી ચુક્યા છે કે, અમેરિકા પણ ભારતની જેમ ટીક ટોકને પ્રતિબંધિત કરી શકે છે.કારણકે તેના થકી ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી અમેરિકન નાગરિકોના ડેટા એકઠા કરી રહી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.