કોરોનાગ્રસ્ત અમેરિકાને બેઠું કરવા, અમેરીકી સંસદના બંને ગૃહ અને વ્હાઇટ હાઉસે મળીને, 908 અબજ ડૉલરનું તૈયાર કર્યું તોતિંગ પેકેજ

કોરોનાગ્રસ્ત અમેરિકાને બેઠું કરવા અમેરિકી સંસદના બન્ને ગૃહ અને વ્હાઈટ હાઉસે મળીને 908 અબજ ડૉલરનું તોતિંગ પેકેજ તૈયાર કર્યું છે. આ રકમનો ઉપયોગ બેકારી ભથ્થું, વિવિધ ઉદ્યોગોને રાહત, ભાડાંમાં મદદ, ફૂડ આસિસ્ટન્ટ, ટ્રાન્સપોર્ટેશન રાહત, શિક્ષણ, હેલ્થ કેર સેક્ટરમાં મદદ વગેરે રીતે કરવામાં આવશે.

અમેરિકી સંસદના બન્ને ગૃહો અને વ્હાઈટ હાઉસ એટલે કે પ્રેસિડેન્ટની ટીમ મહિનાઓથી વાટાઘાટો કરતી હતી, પણ સહમતી સધાતી ન હતી. હવે સમય પારખીને અગ્રીમતાના ધોરણે આ પેકેજ તૈયાર થયું છે અને આગામી દિવસોમાં તેને સંસદમાં રજૂ કરવામાં આવશે

. 900 અબજની રકમને જો રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવે તો આજના દરે રકમ 66500 અબજ કરતા પણ વધારે થાય.

પેકેજ હેઠળ 286 અબજ ડૉલરની સીધી સહાય કરવામાં આવશે. અમેરિકાના સ્મોલ બિઝનેસ માટે 325 અબજ ડૉલર,  રસીના વિતરણ અને આરોગ્યના અન્ય કાર્યક્રમો માટે 69 અબજ ડૉલર, સ્કૂલો માટે 82 અબજ ડૉલરની રકમ, ટ્રાન્સપોર્ટેશન માટે 45 અબજ ડૉલર, ભાડાંમા સહાય માટે 25 અબજ ડૉલર.. વગેરેનો સમાવેશ થાય છે.

નવા પેકેજ અંતર્ગત બેકાર અમેરિકનોને 11 અઠવાડિયા સુધી દર અઠવાડિયે 300 ડૉલરથી માંડીને 600 સુધીના ચેક મળશે.  જોકેે આ રકમમાંથી સામાન્ય નાગરિકો પુરતી સહાય નહીં મળે એવો પણ ભય વ્યક્ત થઈ રહ્યો છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.