અમેરિકાની કૉંગ્રેસે રક્ષા ખર્ચ ફંડ બિલ પર રાષ્ટ્રપતિ ટ્રમ્પના વીટોને રદ કરી દીધો છે.
અમેરિકન કૉંગ્રેસના નીચલા ગૃહ હાઉસ ઑફ રિપ્રિઝિન્ટિવમાં આની પર પહેલાં જ મતદાન થઈ ચૂકયું હતું.
સૅનેટે 81-13ના મતવિભાજનથી નેશનલ ડિફેન્સ ઑથોરાઇઝેશન ઍક્ટ પસાર કર્યો.
તેઓ સોશિયલ મીડિયા કંપનીઓની જવાબદારી નક્કી કરવાની જોગવાઈને પણ બિલમાંથી હઠાવવા માગતા હતા.રાષ્ટ્રપતિ ટ્રમ્પનું કહેવું છે કે અફઘાનિસ્તાનમાં અમેરિકાના સૈનિકોની હાજરી ખર્ચાળ અને બિનઅસરકારક છે.
કૉંગ્રેસમાં ડૅમોક્રેટ પાર્ટીનાં સૌથી શક્તિશાળી સભ્ય અને હાઉસના સ્પીકર નેન્સી પલોસીએ કહ્યું છે કે ટ્રમ્પના આ પગલાંથી અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા ખતરામાં હતી.
આની અગાઉ ટ્રમ્પે 8 વિધેયકો પર વીટો પાવરનો ઉપયોગ કર્યો છે અને તે તમામ વીટો પ્રભાવક હતા.રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યકાળ 20 જાન્યુઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે. એ જ દિવસે ડૅમોક્રેટ પાર્ટી નેતા અને 2020ની રાષ્ટ્રપતિપદની ચૂંટણીના વિજેતા જો બાઇડન શપથ લેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.