અમેરિકાની એક કોર્ટમાં જ તો આરોપીએ કરેલી હરકતે સૌકોઈને આશ્ચર્ય પમાડ્યું હતું.
આ મામલો અમેરિકાના ફ્લોરિડાનો છે. અહીં એક આરોપીએ જજને જ ઈમ્પ્રેસ કરવા જજ સાથે ફ્લર્ટ કરવાનું શરૂ કરી દીધુ. આ બધુ વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન થયું. આ આખી ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
લુઈસને ગત 4 ફેબ્રુઆરીના રોજ ઝૂમ એપ પર સુનાવણી માટે હાજર કરાયો. આ કેસની સુનાવણી બ્રોવાર્ડ કાઉન્ટના જજ તબિતા બ્લેકમન કરી રહ્યાં હતાં. અચાનક સુનાવણી દરમિયાન આરોપી જજના વખાણ કરવા લાગ્યો હતો. જજને તેણે ગોર્જિયસ કહ્યું હતું અને ત્યાર બાદ મીઠી મીઠી વાતો કરવા લાગ્યો હતો. જે સાંભળીને બધા સ્તબ્ધ થઈ ગયા હતાં.
વીડિયો પ્રમાણે, આરોપી જજને કહે છે કે, તમે ખુબ સુંદર છો… I Love You. આ સાંભળી જજ ચોંકી ઉથે છે અને લુઈસ સામે જોયા કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.