નિષ્ણાતો માની રહ્યા છે કે, અમેરિકાની ફાઇઝર રસીની ભારતીય વેરિએંટ પર, કોઇ ખાસ અસર થઇ રહી નથી

અમેરિકાની ફાઇઝર રસીના બન્ને ડોઝ લીધા બાદ ભારત આવેલા ડો. રાજેન્દ્ર કપિલાને કોરોના થતા મોત નિપજ્યું હતું.

જેથી નિષ્ણાતો માની રહ્યા છે કે અમેરિકાની ફાઇઝર રસીની ભારતીય વેરિએંટ પર કોઇ ખાસ અસર નથી થઇ રહી.

ડો. રાજેન્દ્ર કપિલા ઇંફેક્શન ડીસિઝ સ્પેશિયાલિસ્ટ હતા અને અમેરિકાના ન્યૂજર્સીમાં પ્રેક્ટિસ કરતા હતા, તેમની પાસે મેડિકલ ક્ષેત્રનો ૨૦ વર્ષનો અનુભવ હતો અને તેઓ અમેરિકન સૈન્યમાં મેડિસિનના અસિસ્ટન્ટ ચીફ પણ હતા.

તેઓને ડાયાબિટિસ હતુ અને સાથે જ હ્ય્દયની બિમારી પણ હતી. તેઓને હાર્ટ એટેક આવ્યો હોવાના પણ અહેવાલો છે.

તેમના નજીકના સાથીઓ જણાવી રહ્યા છે કે અમેરિકાની કોરોના સામેની મહત્વની ગણાતી ફાઇઝર રસીના બન્ને ડોઝ લીધા પણ ભારતીય કોરોના વેરિએંટ એટલો ખતરનાક છે કે અમેરિકાની ફાઇઝર રસીથી પણ તેમને રક્ષણ નહોતુ મળી શક્યું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.