અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનાં પત્ની મેલાનિયા પણ કોરોના પોઝિટિવ

 ચૂંટણી માથા પર છે ત્યારે ખુદ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના પોઝિટિવ હોવાના સમાચારે ખળભળાટ મચાવી દીધો હતો. અત્યાર અગાઉના અહેવાલ મુજબ ચૂંટણી પ્રચારમાં ટ્રમ્પની સાથે ફરતી મહિલા સહાયક હોપ હિક્સને કોરોના પોઝિટિવ આવ્યો હતો. એ જાણીને ટ્રમ્પે પોતાને ક્વોરંટાઇનમાં મૂક્યા હતા.

આજે સવારે ખુદ ટ્રમ્પે ટ્વીટ કરીને આ સમાચાર જાહેર કર્યા હતા. તેમને કોરોના પોઝિટિવ આવવા ઉપરાંત તેમનાં પત્ની મેલાનિયાને પણ કોરોના પોઝિટિવ હોવાના રિપોર્ટ પ્રગટ થયા હતા. હવે ઓછામાં ઓછા 14 દિવસ ટ્રમ્પ જાહેરમાં ફરી નહીં શકે કે ચૂંટણી પ્રચાર કરી નહીં શકે. તેમણે મિનિમમ 14 દિવસ ક્વોરંટાઇનમાં રહેવું પડશે.

અત્રે એ યાદ કરવા જેવું છે કે અમેરિકામાં કોરોના ફેલાયો એ પરિસ્થિતિને હલ કરવામાં ટ્રમ્પના વહીવટી તંત્રે જે  ગફલો કર્યો એની આકરી ટીકા દુનિયાભરના મિડિયાએ કરી હતી. ટ્રમ્પ પોતે લાંબા સમયથી માસ્ક વિના જાહેરમાં ફરતા હતા. લાંબો સમય એમના આ વર્તનની ટીકા થઇ ત્યારબાદ તેમણે માસ્ક પહેરવાનું શરૂ કર્યું હતું.

તાજેતરમાં ટ્રમ્પ અને તેમના નિકટતમ પ્રતિસ્પર્ધી જો બીડેને પ્રેસિડેન્શ્યલ ડિબેટ કરી હતી. એમાં ટ્રમ્પે બીડેને પહેરેલા માસ્કની મજાક ઊડાવી હતી. ત્યારે બીડેને તેમની ટીકા કરી હતી. હવે ટ્રમ્પ પોતે કોરોના પોઝિટિવ જાહેર થયા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.