ભારત અને ચીન વચ્ચે, ચાલી રહેલા વિવાદની વચ્ચે ,અમેરિકન વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવ્યું છે,મોટું નિવેદન

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદની વચ્ચે અમેરિકન વિદેશ મંત્રાલય દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે.

છેલ્લા આશરે એક વર્ષથી ભારત અને ચીન વચ્ચે લદાખમાં સરહદને લઈને વિવાદ થઈ રહ્યો છે અને ડ્રેગનની નજર ભારતની જમીનો પર છે ત્યારે જેનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે ત્યારે આટલા મહિનાઓ બાદ પણ વિવાદનો ઉકેલ આવી શક્યો નથી ત્યારે અમેરિકાની સત્તામાં ફેરફાર બાદ બાયડન સરકાર દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઇસે વધુમાં કહ્યું કે પડોશીઓને ધમકાવવાની ચીની નીતિથી અમે ચિંતિત છે અને હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં સમૃદ્ધિ અને સુરક્ષાને વધારવા માટે પોતાના મિત્રો સાથે અમે હંમેશા ઊભા રહીશું.

નોંધનીય છે કે પૂર્વી લદાખ વિસ્તારમાં મે મહિનાથી જ સરહદનો વિવાદ ચાલી રહ્યો છે અને ભારત અને ચીનની સેના વચ્ચે નવ વાર વાતચીત કરવામાં આવી છે જેમાં બંને સેનાઓ દ્વારા વિવાદને ઓછો કરવા માટે ચર્ચા કરવામાં આવી જોકે ચીન પોતાની અવળચંડાઇમાંથી ઊંચું ન આવતા આ વિવાદનો ઉકેલ આવી શક્યો નથી અને બીજી તરફ ચીની સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સમાં પણ અવારનવારને ભારતને ચેતવણી આપવામાં આવી રહી છે ત્યારે હવે અમેરિકાના આ નિવેદન બાદ ચીની સરકારને ઝટકો લાગ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.