દેશના જમ્મુ વિસ્તારમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યાં છે. જમ્મુનાં ઉધમપુર જિલ્લાનાં શિવગઢધાર વિસ્તારમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. ચોપરમાં બે લોકો સવાર હતાં. મળતી માહિતી મુજબ વાતાવરણ ખરાબ થતાં આ દુર્ઘટનાનાં સજાઁઈ છે.
ધટના સ્થળ પર પોલીસની ટીમ પહોંચી છે. જોકે એ સ્પષ્ટ થયું નથી કે હેલિકોપ્ટર ક્રેશ થયું છે અથવા પાયલોટે હેલિકોપ્ટરની ક્રેશ લેન્ડિંગ કરવામાં આવી છે.
ધટના પછી જે ફોટો સામે આવ્યાં છે તેનાથી જાણી શકાય છે કે હેલિકોપ્ટરમાં સવાર બન્ને પાયલોટો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ધટના સ્થળ પર પહોંચી ને પોલીસની ટીમ રેસ્કયુનું કામ કરી રહી છે. ડીઆઈજી ઉધમપુર રિયાસી રેંજ સુલેમાન ચૌધરીએ જણાવ્યું કે અમને જાણકારી મળી છે કે હેલિકોપ્ટર ક્રેશ થયું છે. તેમણે જણાવ્યું છે કે ગાઢ ધુમ્મસને કારણે અમે સ્પષ્ટ રીતે એ નહીં કહી શકતા કે આ ક્રેશ લેન્ડિંગ થઈ છે કે અથવા હેલિકોપ્ટર ક્રેશ થયું છે.
https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo&t=5s
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.