ધ ફ્લાઈંગ શીખ’ તરીકે ઘરે ઘરે જાણીતા બનેલા મિલ્ખા સિંહે (Milkha Singh) અનેક વખત દેશને ગૌરવ અપાવ્યું છે. તેઓ લોકો માટે સાચી પ્રેરણા તેમજ સંકલ્પ અને જુનૂનનું ઉદાહરણ રહ્યા છે. રમતગમતની સિદ્ધિઓથી માંડીને રાષ્ટ્રીય પુરસ્કારો સુધી, મિલ્ખા સિંહની સફળતાની યાત્રા (Milkha Singh greatest achievements and career) રોચક કથા જેવી છે. તેમના જીવનમાં અનેક ઉતારચઢાવ આવ્યા છતાં સંકલ્પના બળે તેઓ સફળતા હાંસલ કરી શક્યા હતા. મિલ્ખા સિંહનો જન્મ 1929માં થયો હતો. તેઓને 14 ભાઈ-બહેનો હતા. કમનસીબે, ભારત પાકિસ્તાનના ભાગલા (India partition) વખતે તેઓ અનાથ થઈ ગયા હતા. ભાગલા પૂર્વે તેમના આઠ ભાઈ-બહેનનું નિધન થયું હતું. ભાગલા દરમિયાન મિલ્ખાના માતાપિતા, બે બહેનો અને એક ભાઈની હત્યા થઈ ગઈ હતી.
મિલ્ખાનું બાળપણ ખૂબ કપરા સમયમાં વીત્યું હતું. ટિકિટ વિના ટ્રેનમાં મુસાફરી કરવી, કારાવાસ ભોગવવો અને પુરાણા કિલાના શરણાર્થી કેમ્પમાં સમય પસાર કરવા સહિતના સંજોગોનો સામનો તેમણે કર્યો હતો. આવી સ્થિતિમાં મિલ્ખા ડાકુ બનવા માંગતા હતા, પરંતુ તેમના ભાઈની સમજાવટથી મિલ્ખા ભારતીય સૈન્યમાં જોડાઈ ગયા અને ત્યાં તેનું જીવન બદલાઈ ગયું હતું. ફિલ્મ ‘ભાગ મિલ્ખા ભાગ’માં જે રીતે મિલ્ખાને 10 કિ.મી. દૂર સ્કૂલે જવા દોડવું પડતું હતું. તેમની આ મહેનત રેસમાં ખૂબ કામ આવી હતી. સેનાએ તેમને તાલીમમાં મદદ કરી હતી. બીજી તરફ તેમની સ્પીડ અને પ્રતિબદ્ધતાએ ઇતિહાસ રચ્યા હતા.
એશિયન ગેમ્સ (1958):
1956ના મેલબોર્ન ઓલિમ્પિક્સમાં અનુભવ મેળવ્યા પછી મિલ્ખાએ 1985માં ટોક્યો એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં મિલ્ખાએ 200 મીટર અને 400 મીટરની ટ્રેક રેસમાં ભાગ લઈ ગોલ્ડ મેળવ્યો હતો. આ રેસમાં નવા રેકોર્ડ બનાવ્યા હતા.
કોમનવેલ્થ ગેમ્સ (1958):
ટોક્યો એશિયન ગેમ્સમાં સફળતા મેળવ્યા પછી મિલ્ખાએ 400 મીટરમાં ભાગ લીધો હતો. આ રેસ માત્ર 46.6 સેકંડમાં પૂર્ણ કરી નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ રેસમાં તેમણે ગોલ્ડ મેળવ્યો હતો. આ સાથે જ મિલ્ખા સિંહ ભારત તરફથી ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ રમતવીર બન્યા હતા.
‘ધ ફ્લાઈંગ શીખ’ની ઓળખ:
1960માં તે સમયે મિલ્ખાને દેશના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પાકિસ્તાનના અબ્દુલ ખલીક સામે દોડમાં ભાગ લેવા સમજાવ્યા હતા. મિલ્ખાએ આ રેસમાં જીત મેળવી હતી. આ રેસ માત્ર 45.8 સેકન્ડમાં રેસ પૂરી કરતા તે સમયે જનરલ અયૂબ ખાને તેમને ‘ધ ફ્લાઈંગ શીખ’ નામ આપ્યું હતું.
એશિયન ગેમ્સ (1962):
ઓલિમ્પિક્સમાં નિરાશાજનક પ્રદર્શન પછી મિલ્ખાની ગાડી જકાર્તામાં ફરી પાટે ચડી હતી. જ્યાં મિલ્ખાએ 400 મીટર અને 4x 400 રિલેમાં પણ ગોલ્ડ જીત્યો હતો. 1964 બાદ મિલ્ખાએ રેસ નિવૃત્તિ લેવાનું નક્કી કર્યું હતું. તેમણે નેશનલ ગેમ્સમાં ભાગ લીધો હતો અને 1964 પહેલાં ઘણા ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા હતા.
ઉલ્લેખનીય છે કે, 1958માં એશિયન ગેમ્સમાં સફળતા બાદ મિલ્ખાને 1959માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ પંજાબ શિક્ષણ મંત્રાલયમાં ડિરેક્ટર ઓફ સ્પોર્ટસ બન્યા હતા. 2013માં મિલ્ખાની પુત્રી સોનિયા સંવલકાએ ‘ધ રેસ ઓફ ધ લાઇફ’ નામની ઓટોબાયોગ્રાફી લખી હતી. આ બૂકએ ફિલ્મ નિર્દેશક રાકેશ ઓમપ્રકાશ મેહરાને ‘ભાગ મિલ્ખા ભાગ’ નામની ફિલ્મ બનાવવા પ્રેરણા આપી હતી. ઓટોબાયોગ્રાફી અને ફિલ્મની જેમ મિલ્ખા સિંહનું વેક્સ સ્ટેચ્યુ ચંદીગઢ ખાતે મેડમ તુસાદ મ્યુઝિયમમાં તેમની યાદ અપાવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.