કોરોનાબાદ આંતરાષ્ટ્રીય દેશોમાં વિવિધ નિયમો ફરતી જતા તેની અસર હીરા ઉદ્યોગો પર પડી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઉંચા ભાવે મળતાં રફ હીરા અને તૈયાર હીરાના વેચાણ વચ્ચે ખુબ જ નજીવો તફાવત રહે છે. આ ઉપરાંત ઘરેલુ બજારમાં તૈયાર હીરાની માંગ ખુબ જ ઓછી છે અને બીજી બાજુ ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહેતો હોવાથી પણ આંતરાષ્ટ્રીય બજારમાં પણ ભાવોમાં ફેરફાર થઇ રહ્યા છે. અત્યારે હીરા ઉદ્યોગ મંદી વચ્ચે પણ ચાલુ રહી શકે તેવી સ્થિતિમાં છે જો કે આવતા સમયમાં આવી જ સ્થિતિ રહી તો નાના કારખાના તેમજ વેપારીઓને ખુબ જ મુશ્કેલી ઉભી થશે. રશિયા યુક્રેનના યુદ્ધની અસર હીરા ઉધોગમાં પણ જોવા મળી હતી અને લોકોએ જણાવ્યું હતું કે રફનો કાચો માલના ભાવ જ આસમાને પહોંચી ગયા છે જેના કારણે નાના ઉદ્યોગોનો નફો સાવ નહિવત જ રહી ગયો છે. હીરા ઉદ્યોગોને આવનાર સમયમાં આ મંદી જતી રહે તેવી આશા છે. હીરા ઉદ્યોગોને એક ઉમ્મીદ છે કે ડોલર સામે રૂપિયો મજબૂત થશે અને આવનાર સમયમાં મંદી દૂર થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.